કાર્યવાહી:પાતલિયા નદી કિનારે જુગાર રમતાં 3 ઝડપાયા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પબ્લિક ગેમ્બલિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

નાની દમણના કોસ્ટલ પોલીસ સ્ટેશન કડૈયાની હદમાં બાઇક પેટ્રોલિંગ સ્ટાફ એચસી નિલય ઠક્કર, પીસી અશ્વિન પટેલ, પીસી રિકી પટેલ, , પેટ્રોલિંગ કરી રહ્યા હતા. પેટ્રોલીંગ સ્ટાફ મુકેશ વાઈન શોપ પાછળ, નદી કિનારે, નાની વાંકડ, પાતાળીયા પાસે પહોંચ્યો.

ત્યારે વિપુલ રમણ પટેલ ઉ. 38 વર્ષ, સરનામું- ફારસી ફળિયા, પરિયા, પારડી, ગુજરાત (2) મનોજ શિવકુમાર ભટ્ટ, ઉ. 46 વર્ષ, રહે. હનુમાન ફળિયા, મોગરાવાડી, વલસાડ, ગુજરાત અને બિપીન વસંતભાઈ પટેલ ઉ. 35 વર્ષ, રહે. કામલી ફળિયા, નાની વાંકડ, નાની દમણને ચકલી-પોપટની રમતથી જુગાર રમતા રંગે હાથે ઝડપાયો હતો.

​​​​​​​ત્રણેય આરોપી સામે કોસ્ટલ પોલીસ સ્ટેશન કડૈયા નાની દમણમાં ગોવા, દમણ દીવ પબ્લિક ગેમ્બલિંગ એક્ટ 1976 ના 3, 4 અને 7 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. દમણ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...