ધરપકડ:ડુંગરામાં છત તોડી રોકડા-મોબાઇલ ચોરનારા 3 ઝડપાયા

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એસઓજીએ 3 ઘડિયાળ-9 મોબાઇલ મળી રૂ.43000નો મુદ્દામાલ કબજે કર્યો

વાપીના છીરી કંચનનગર ખાતે રહેતા વિકાસ રાજારામ યાદવે શનિવારે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, 10 ડિસેમ્બરે પોતાની કરિયાણાની દુકાન બંધ કરી ઉપરના રૂમમાં જમી પરવારીને તેઓ નાના ભાઇ સાથે સુઇ ગયા હતા. સવારે ઘરમાં નાનો કબાટ ન દેખાતા તેની શોધખોળ કરાતા તે ઘર બહાર ખુલ્લા મેદાનમાંથી મળી આવ્યો હતો. કોઇ ઇસમો છત ઉપરથી ઘરમાં પ્રવેશી રોકડા રૂ.10,000 તથા બે મોબાઇલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે સંદર્ભે એસપી ડો.રાજદીપસિંહ ઝાલાની સુચના મુજબ એસઓજી પીઆઇ વી.બી.બારડ તથા પીએસઆઇ કે.જે.રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે બાતમીના આધારે ચણોદ ત્રણ રસ્તા ઉપરથી ઘરફોડ ચોરીના મોબાઇલ તથા કાંડા ઘડિયાળો વેચવા નીકળેલા ત્રણ આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીના 9 મોબાઇલ અને 3 ઘડિયાળ કિં.રૂ.43000 કબજે કર્યો હતો.

પકડાયેલા ત્રણેય આરોપીઓ અગાઉ ચોરીમાં પકડાઇ ચૂક્યા છે. આરોપી ઐયાઝ ઉર્ફે ઝબ્બા વર્ષ 2014માં ક્રિએટીવ કંપનીમાં થયેલ ચોરી, ડુંગરા અને પાલઘર રેલવે પોલીસમાં મોબાઇલ ચોરીમાં પકડાઇ ચૂક્યો છે. ત્રણ મહિના પહેલા જ જેલથી છૂટીને આવ્યો છે. જ્યારે મહારાષ્ટ્ર રાજ્યથી 1 વર્ષ માટે તડીપાર કરાયો છે. બીજો આરોપી ઝાકીર હમીદ ડુંગરા પોલીસમાં ત્રણ મહિના પહેલા મોબાઇલ ચોરીમાં પકડાઇ ચુક્યો છે.

અન્ય સમાચારો પણ છે...