ધરપકડ:દમણની PCL કંપનીમાંથી ભંગાર ચોરીમાં 3 કુંતાથી ઝબ્બે

વાપી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભંગાર ચોરીમાં પોલીસે ઝડપેલા ત્રણ આરોપીઓ. - Divya Bhaskar
ભંગાર ચોરીમાં પોલીસે ઝડપેલા ત્રણ આરોપીઓ.
  • મધ્ય રાત્રિએ ભેંસરોલની બંધ કંપનીમાં હાથ સાફ કરી નાસતા હતા

દમણ ભેંસલોર સ્થિત બંધ પડેલી પીસીએલ કંપનીમાંથી મધ્ય રાત્રિના સમયે ભંગારની ચોરી કરી પિકઅપમાં લઇ જતા ત્રણ આરોપીની એલસીબીએ વાપી નજીક કુંતા ગામથી ધરપકડ કરી તેઓ પાસેથી 4.15 લાખનો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. એલસીબીની ટીમ ગુરૂવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

તે દરમિયાન પો.કો.વિવેક ઘનશ્યામભાઇને મળેલી બાતમીના આધારે વાપી તાલુકાના કુંતા ગ્રામ પંચાયતની પાસેથી પિકઅપ ગાડી નં.ડીડી-0 3-એલ-9951 માંથી 2230 કિલોગ્રામ લોખંડના સ્ક્રેપ સાથે આરોપી દિલીપ ઉદયભાન રાય રહે.દમણ હાટીયાવાડ, મહમદ વસીમ હબીબુલ્લા ખાન રહે.દમણ ખારીવાડ અને મહમદ તુફેલ બશીર શેખ રહે.હાટીયાવાડ દમણ ને પકડી પાડી વાહન તથા મુદ્દામાલ કબજે લઇ પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે, લોખંડનો સ્ક્રેપ બુધવારે મધ્ય રાત્રિના સમયે દમણ ભેંસલોર ખાતે છેલ્લા એકાદ વર્ષથી બંધ પડેલ પીસીએલ કંપનીમાંથી ચોરી કરેલ છે. પોલીસે લોખંડનો સ્ક્રેપ કિં.રૂ.1,02,200 તથા 3 ફોન અને ટેમ્પો મળી કુલ રૂ.4,15,200નો મુદ્દામાલ કબજે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...