ધરપકડ:વાપીથી 29.700 ગ્રામ ગાંજા સાથે દહાણુનો ઇસમ ઝડપાયો

વાપી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SOGએ રૂ.6.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, બે વોન્ટેડ

એસઓજીએ વાપી ચારરસ્તા નજીકથી એક ટાટા વાનમાં વનસ્પતિજન્ય ગાંજા સાથે દહાણુના ઇસમને પકડી પાડી તેની પાસેથી 29.700 ગ્રામ ગાંજા કબજે લઇ જથ્થો આપનાર વાપી અને વિરારના બે આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ ડુંગરા પોલીસને સોંપી છે.

સુરત રેન્જ આઇજી પિયુષ પટેલ તથા જિલ્લા એસપી ડો.રાજદીપસિંહ ઝાલા તરફથી વલસાડ જિલ્લામાં માદક નાર્કોટિક્સ પદાર્થો-ખરીદ-વેચાણ કરતા અટકાવવા અંગે તેમજ એટીએસ ચાર્ટર મુજબના ગુના શોધવા આપેલ સુચનાના આધારે એસઓજી પીઆઇ એસ.એસ.પવારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.એચ.રાઠોડ અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન વાપીથી ભીલાડ જતા સર્વિસ રોડ ઉપર ખોડીયાર હોટેલ તરફ મહારાષ્ટ્ર પાર્સિંગની ટાટા મેજીક વાન નં.એમએચ-48-એફ-4924મા ચાલક બેસેલો હોય વાનની ચકાસણી કરતા પાછળની સીટના નીચેથી સેલોટેપ વીટાળેલ પેકીંગ પાર્સલો નંગ-6 માં ગાંજાનો જથ્થો ભરેલ મળી આવતા આરોપી અસગર અલીહસન અન્સારી રહે.વારોટી બજારપાડા તા.દહાણુને પકડી 29.700 ગ્રામ ગાંજા અને ગાડી મળી કુલ રૂ.06,07,220નો મુદ્દામાલ કબજે લઇ તપાસ ડુંગરા પોલીસને સોંપાઇ હતી.

શરીફ અનેક વાર પકડાઇ ચૂક્યો છે
આ કેસમાં પોલીસે વાપી ગીતાનગરનાશરીફ મોહંમદસલીમ શેખ અને મહારાષ્ટ્રના વિરારનોરહેવાસી સુરજને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપી શરીફ અગાઉ ભીલાડથી60 કિલો ગાંજા સાથે, વાપી ટાઉનથી 15 કિલો ગાંજા સાથે, વાપી ટાઉનમાં 16.241 ગાંજા સાથે પકડાઇ ચૂક્યો છે. જ્યારે શરીફના પિતા સલીમ મોહંમદશેખ 2016માં વાપી ટાઉનમાં ગાંજા કેસમાં પકડાઇ ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...