વર્લ્ડ ફિશરિંઝ ડેની ઉજવણી:માછીમારીમાં વિશિષ્ટ કામગીરી કરનારા 28 માછીમારોનું સન્માન કરાયું

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દમણમાં વર્લ્ડ ફિશરિંઝ ડેની ઉજવણી કરી , સાગર પરિક્રમા ગીત લોન્ચ કરાયું

21મી નવેમ્બર વિશ્વ માછીમારી દિવસ નિમિત્તે દમણના ઓડિટોરિયમ હોલમાં નેશનલ ફિશરીજ ડેવલપમેન્ટ બોર્ડ તથા મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માછીમારી શ્રેત્રમાં વિશિષ્ટ કામગીરી કરનારને 9 કેટેગરીમાં કુલ 28 માછીમારોને રોકડ અને પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.ભારત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગના સચિવ જતીન્દ્રનાથના હસ્તે પાંચ પુસ્તકોનું વિમોચન કરાયું હતું.

જેમાં હેન્ડ બુક ઓન ફિશરીઝ સ્ટેટિસ્ટિક 2022, સુપર સક્સેસ સ્ટોરીઝ, કોમ્યુનિકેશન અને નેવિગેશનલ ઇક્વિપમેન્ટ, બોર્ડ ઓફ વેસલનો સમાવેશ થાય છે.દમણમાં આયોજીત વિશ્વ માછીમારી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા માછીમાર ભાઈઓ તથા મત્સ્ય પાલન સાથે સંકળાયેલાઓ માછીમારને વધુ પડતી થતી મચ્છીમારી, દરિયાઇ જીવોનું થઈ રહેલા વિનાશ તથા અન્ય મુદ્દાઓ પર ગંભીર ચર્ચા વિચારણા કરીને તેમના ઉપાય વિશે સમજ પુરી પાડી હતી.

સંઘપ્રદેશ દાનહ અને દમણના સચિવ સૌરભ મિશ્રાએ પ્રદેશમાં હાથ ધરવામાં આવેલી વિવિધ પ્રવૃતિઓ વિશે વાત કરી હતી. ખાસ કરીને કુદરતી આફતો, અકસ્માત અને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા પકડવામાં આવેલા સ્થાનિક માછીમારોને અપાતી નાણાકીય સહાયની સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...