તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંગદાન:ભાનુશાલી સમાજના 268 લોકો ઓર્ગન ડોનેશન કરશે

વાપી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાપીમાં બ્રેન ડેડ 68 વર્ષના ભાનુશાલી વૃદ્ધે અંગદાન કરતાં 68ના આંકમાં નોંધણી કરશે

વાપી નજીક વલવાડામાં રહેતા ભાનુશાલી સમાજના 68 વર્ષના વૃદ્ધના બ્રેન ડેડ બાદ ઓર્ગેન ડોનેટ કર્યા હતાં. આ અંગદાનના કિસ્સાની પ્રેરણાં લઇ વાપી કચ્છી ભાનુશાલી સમાજે અંગદાન માટે આગળ આવ્યો છે. કચ્છથી લઇ મુંબઇ સુુધીના 268 કચ્છી ભાનુશાલીએ અંગદાન માટે નામ નોંધાવ્યાં છે. જેમાં પ્રથમ 68 ભાનુશાલી ઓર્ગેન ડોનેટ કરશે. અંગેદાનની પ્રેરણાં વિશ્વભરમાં વસતાં કચ્છી પરિવારો સુધી પહોંચે તે માટે સમાજે વેબસાઇટ બનાવી આ સંદેશો પહોંચાડવાની તૈયારી કરી છે.

વાપી નજીકના વલવાડા સાઇ મંદિરની બાજુમાં રહેતા અને કરમબેલામાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતા 68 વર્ષના મુળ ક્ચ્છના અબડાસાના સાંધણગામના વતની રમેશભાઇ મીઠુભાઇ ભાનુશાલીને (મીઠિયા) બ્રેન સ્ટોક થતાં વાપીની હરિયા હોસ્પિટલમાં સંપૂર્ણ બ્રેન ડેડ હાલતમાં પહોંચી ગયા હતાં. હોસ્પિટલના સંચાલક, સમાજના અગ્રણીના અથાગ પ્રયાસથી રમેશભાઇના ઓર્ગેન ડોનેટ કરાયા હતાં. આ અંગદાન બાદ વાપી કચ્છી ભાનુશાલી સમાજે આ પ્રેરણાં સ્વરૂપે આ સંદેશ કચ્છથી મુંબઇ સુધી વસતાં ભાનુશાલી સમાજના લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરાયા છે. અંગદાન માટે કચ્છથી મુંબઇ સુધીના 268 ભાનુશાલીએ નામ વાપી ખાતે લખાવ્યાં છે.

પ્રથમ તબક્કે 68 લોકો ઓર્ગેન ડોનેટ કરશે. જેમાં 7 તબીબોનો પણ સમાવેશ થાય છે. વાપી કચ્છી ભાનુશાલી સમાજના હોદેદારો પાસે અંગદાન માટે સમાજના લોકોના સામેથી ફોન આવી રહ્યાં છે. આમ વાપીના અંગદાનના કિસ્સાથી ભાનુશાલી સમાજ એક પ્રેરણા તરીકે લઇ આગળ વધી રહ્યો છે.

ઘણાં બધા લોકો અંગદાન માટે આગળ આવ્યા
વાપી ભાનુશાલી વૃધ્ધના અંગદાન અંગે મોટા ભાગના શહેરોમાંથી આગેવાનોએ ફોન કરી સેવાને બિરદાવી છે. બીજા લોકોના જીવનને બચાવવા અમારા સમાજમાંથી ઘણાં લોકો અંગદાન માટે આગળ આવ્યાં છે. મુંબઇમાં અમારો સમાજ મોટો છે.જયાં રમેશભાઇનો શ્રધ્ધાંજલિ કાર્યક્રમ રખાશે. જેમાં કચ્છથી મુંબઈ સુધીના કચ્છી ભાનુશાલીને અંગદાન માટે જાગૃત કરાશે. > પ્રેમજીભાઇ હેમાણી,પ્રમુખ,વાપી કચ્છી ભાનુશાલી

સ્વૈછિક ઇચ્છા દર્શાવનારની યાદી તૈયાર થઇ
કચ્છી ભાનુશાલી સમાજમાં દક્ષિણ ગુજરાતમાં આ પ્રથમ ઓર્ગેન ડોનેટ છે. જેના પગલે કચ્છથી મુંબઇ સુધીમાં સમાજના કુલ 268 લોકોએ સ્વૈચ્છિક ઇચ્છા દર્શાવતાં તેની યાદી તૈયાર કરાઇ છે. મૃતક રમેશભાઇની ઉમંર 68 વર્ષની હતી તેની ઉમંરના આંકડાના આધારે સમાજ ઓર્ગેન ડોનેટ કરશે. > જયંતિભાઇ દામા, કો-ઓર્ડિનેટર કચ્છી ભાનુશાલી સમાજ વાપી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો