મંદિરમાં ચોરી:મોટાપોંઢામાં મંદિરની દાન પેટી તોડી 25 હજારની ચોરી

વાપી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દોઢ માસ પહેલા પણ મહાદેવ મંદિરમાં ચોરી

મોટાપોંઢા મંદિરોની દાનપેટી અને વાહન ચોરીમાં વધારો થતા પોલીસમાં લેખિતમાં ફરિયાદ કરી તેને અટકાવવા પોલીસ પ્રયાસ કરે તેવી માગ કરી છે. મોટાપોંઢાના સરપંચ રણજીત પટેલે રવિવારે નાનાપોંઢા પોલીસને લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે, મોટાપોંઢા વિસ્તારમાં 30થી 60 દિવસની અંદર નાની મોટી ચોરીના બનાવો બની રહ્યા છે.

દોઢ મહિના અગાઉ તળાવ ફળિયા સ્થિત મહાદેવ મંદિરની દાનપેટી તોડીને રોકડાની ચોરી થઇ હતી. ત્યારે વાહનોના ટાયર, સાયલેન્સર, મોટરની ચોરી પણ થઇ રહી છે. શનિવારે રાત્રે ગામતળમાં આવેલ હનુમાનજી મંદિરની દાનપેટી તોડી રૂ.20થી 25 હજારની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જ્યારે અંબામાતા મંદિરની દાનપેટી માંથી પણ રૂપિયાની ચોરી કરાઇ હતી. આ વિસ્તારમાં અવાર નવાર ચોરીના બનાવો વધતા ગામમાં એક હોમગાર્ડ તેનાત કરવામાં આવે તેવી સ્થાનિકોએ માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...