તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપીમાં કામદાર હોસ્પિટલ જનસેવા, હરિયા હોસ્પિટલ અને 21 ફર્સ્ટ સેન્ચુરીમાં કોરોના દર્દી માટે 250થી વધુ બેડની સુવિધા છે પરંતુ વેન્ટિલેટરની સંખ્યા માત્ર 32 છે. કામદાર હોસ્પિટલમાં 10, હરિયા હોસ્પિટલમાં 15, 21 ફર્સ્ટ સેન્ચુરીમા 5 અને જનસેવામાં 2 મળી કુલ 32 વેન્ટિલેટર હોવાથી કોરોના દર્દી નવા આવતા હોય અછત વર્તાવી રહી છે.
વાપીમાં કોરોનાના કેસો ઓછા હોવાનો દાવો તંત્ર કરી રહ્યુ છે, પરંતુ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. વાપી શહેરમાં કોરોનાના કેસો વધે તો કામદાર હોસ્પિટલ,21 સેન્ચુરી હોસ્પિટલ,હરિયા અને જનસેવા હોસ્પિટલમાં બેડની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ વેન્ટીલટરની અછત છે. ખાનગી હોસ્પિટલોમાં હાલ વેન્ટીલેટર ફુલ છે. કોરોનાના કેસો વધે તો વેન્ટીલેટર માટે દર્દીને વલસાડ સિવિલ કે વલસાડની ખાનગી હોસ્પિટલ લઇ જવું પડે તેવી સ્થિતિ છે. જેથી કલેકટર,આરોગ્ય વિભાગ અને વાપીના જવાબદાર અધિકારીઓ વેન્ટીલેટરની સંખ્યામાં વધારો થાય તે દિશામાં પગલા ભરે તે જરૂરી છે.
વાપીમાં વેન્ટીલેટર વધારવાની જવાબદારી તંત્રની છે
ખાનગી હોસ્પિટલના તબીબે જણાવ્યુ હતું કે વાપીની હોસ્પિટલોમાં બેડની સંખ્યા પુરતી છે. કેસો વધે તો પણ બેડ દર્દીને મળી રહેશે, પરંતુ વેન્ટીલેટર મળી રહેશે નહિ. કારણ કે હાલ હોસ્પિટલમાં વેન્ટીલેટરનો અનેક દર્દીઓ ઉપયોગ કરી રહ્યાં છે. આવા સંજોગોમાં કેસો વધે તો વેન્ટીલેટરની અછત રહેવાની પુરેપુરી સંભાવના છે. વેન્ટીલેટર વધાવાની જવાબદારી તંત્રની છે.
ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ વધુ છતાં કોઇ નોંધ નહિ
વાપીની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ આવી રહ્યાં હોવાની માહિતી મળી રહી છે, ધીમે-ધીમે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે, બીજી તરફ વાપીમાં આરોગ્ય વિભાગ વેક્સિનેશનની ઝૂંબેશમાં વ્યસ્ત છે, જેથી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ અંગે ચકાસણી થાય તેવી માગ ઉઠી રહી છે. કોરોના પોઝિટિવના દર્દીના સંબંધીઓ પણ કોેરોનાના કેસો ખાનગી હોસ્પિટલમાં હોવાનું જણાવી રહ્યાં છે.
હોસ્પિટલો | વેન્ટીલેટર | બેડની ક્ષમતા |
વાપી જનસેવા | 2 | 50 |
21 સેન્ચુરી | 5 | 50 |
કામદાર હોસ્પિટલ | 10 | 100 |
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.