વાપી કોલેજની વિદ્યાર્થિનીએ રાજય કક્ષાની સ્પર્ધામાં ડંકો વગાડયો છે. સુરત ખાતેની રાજય કક્ષા લેવલ પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં 232.5 કે.જી. વેટ લિફ્ટ કરી ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જેને લઇ પરિવારજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. ગુજરાત રાજય કક્ષા લેવલ પાવરલિફ્ટિંગ કોમ્પિટિશન સુરત રશતમપુરામાં 7 જાન્યુઆરીએ યોજાઇ હતી.
જેમાં વાપી રોફેલ ફાર્મસી કોલેજની વિદ્યાર્થિની એનાલી અશોકભાઈ પટેલ જુનિયર કેટેગરી અંડર 52 કેજીમા ટોટલ 232.5 કેજી વેટ લિફ્ટ કરી ગોલ્ડ મેડલ જીતી સમગ્ર રાજયમા પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ડેડલિફ્ટ ચેમ્પિ નશિપમા પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે સ્ટ્રોંગ વુમન ઓફ ગુજરાત ટાઇટલ અને ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનું ટાઇટલ પણ જીત્યું છે. ગરીબ પરિવારની વિદ્યાર્થિની વિજેતા બનતાં પરિવારજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી.
ગરીબ પરિવારની વિદ્યાર્થીને પ્રોત્સાહન માટે સામાજિક સંસ્થાઓ આગળ આવે
વાપીના વિદ્યાર્થીઓ હવે રાજય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ઝળકી રહ્યાં છે.અનેક વિદ્યાર્થીઓએ સિદ્ધી પ્રાપ્ત કરી ચુકયાં છે. વાપીની અનાલી અશોક પટેલે તાજેતરમાં રાજય કક્ષાની સ્પર્ધામાં ઝળકી છે. ગરીબ પરિવારમાંથી આવતી આ વિદ્યાર્થીને વધુ પ્રોત્સાહન માટે સામાજિક સંસ્થાઓ આગળ આવે તે જરૂરી છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે છે. પ્રોત્સાહનના અભાવે કાૈશલ્ય ધરાવતા વિદ્યાર્થીઓ આગળ વધી શકતા નથી. જેથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.