ટ્રેન રદ:વાણગાવ અને દહાણું વચ્ચે મેગા બ્લોકથી 23 ટ્રેનને અસર

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે મુસાફરી પૂર્વે ટ્રેનનો શિડ્યુલ જાણી લેજો
  • 14 ટ્રેન રદ જ્યારે અનેક ટ્રેનને​​​​​​​ શોર્ટ ટર્મિનેટ કરાઇ

વેસ્ટર્ન રેલવે દ્વારા 22મી મે, રવિવારે મહારાષ્ટ્રના વાણગાવ અને દહાણું રોડ રેલવે સ્ટેશન વચ્ચે બ્રિજની કામગીરીને લઇ મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે જેને લઇને મુંબઇ - અમદાવાદ રૂટની 23 ટ્રેનને સીધી અસર પહોંચી છે.

વેસ્ટર્ન રેલવે દ્વારા રવિવારે મુંબઇ સેન્ટ્રો - સુરત એક્સપ્રેસ, બાન્દ્રા - સુરત, બાન્દ્રા -અજમેર, વિરાર-વલસાડ મેમુ, સુરત- મુંબઇ 12922, સુરત - બાન્દ્રા (12936), અજમેર- બાન્દ્રા (12996), વાપી -વિરાર મેમુ તથા દહાણું રોડથી ચર્ચગેટ અને વિરાર સુધી દોડતી અનેક ટ્રેન રદ કરવામાં આવી છે.

આ ઉપરાંત કેટલીક ટ્રેનને શોર્ટ ટર્મિનેટ કરી દેવામાં આવી છે. રવિવારે જો ટ્રેનમાં મુસાફરી કરવાના હોય તો ટ્રેનનો શિડ્યુલ અને ટ્રેન નિર્ધારિત સમયે દોડશે કે કેમ એ ચકાસીને જ બહાર નીકળવું જોઇએ. જોકે, સોમવારથી તમામ ટ્રેન રાબેતા મુજબ દોડતી થશે એવું રેલવેના સૂત્રો જણાવી રહ્યા છે.

બે સપ્તાહ અગાઉ પણ રેલવેના મેઘા બ્લોકમાં વાપી સ્ટેશને કર્ણાવટી ટ્રેન અટકાવી દેવાતા હજારો મૂસાફરો અટવાયા હતાં. જેને લઇને યાત્રીઓએ હોબાળો મચાવતા આખરે રેલવે વિભાગે રિફંડ આપ્યું હતું.

દહાણું-વાણગાવ રેલવે સ્ટેશનની વચ્ચે બ્રિજની કામગીરીને લઇ ડ્રાઇવર્ઝન આપવાનું હોવાથી મુંબઇ-અમદાવાદ ટ્રેનને અસર થઇ રહી છે. આ ઉપરાંત લાંબા રૂટની ટ્રેન પણ નિધારીત સમય કરતા મોડી દોડી શકે તેમ છે. આમ રવિવારે રેલવેમાં મૂસાફરી કરવા પૂર્વે સમય જાણી લેવો જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...