તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વાપી શહેરમાં 2 લાખની વસ્તી સામે 22 હજાર વૃક્ષો

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષે હજારો છોડો રોપવામાં આવે છે પરંતુ માવજતના અભાવે વૃક્ષોમાં પરિવર્તિત થતાં નથી

વાપી શહેરમાં 2 લાખની વસ્તી સામે કુલ 14153 વૃક્ષો હતા. ત્યારે વાપીમાં દર વર્ષે વધારેમાં વધારે વૃક્ષારોપણ કરવાનું નકકી કરાયુ હતું, પરંતુ તેમાં પુરતી સફળતા હજુ સુધી મળી શકી નથી. આ વર્ષે 2 લાખની વસ્તી સામે 22 હજારથી વધુ વૃક્ષો પહોંચ્યા છે. પાલિકાના 22 ચોરસ કિ.મી.મા 42 હજાર વૃક્ષો હોવા જરૂરી છે. દર વર્ષે ચોમાસામાં વૃક્ષારોપણની ડ્રાઇવ ચલાવામાં આવે છે. જેમાં પાલિકાની ટીમ અલગથી કામગીરી કરી છે, પરંતુ વૃક્ષોની સંખ્યા જે પ્રમાણે વધવી જોઇએ તે વધતી નથી.

અગાઉના વર્ષોમાં વૃક્ષોને ઉછેરવાના સારા પ્રયાસો એનજીઓ,કોલેજના વિદ્યાર્થીઓ અને પાલિકાના પદાધિકારીઓ દ્વારા કરાયા હતા, પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં પુરતા પ્રયાસોના અભાવે વૃક્ષોની સંખ્યા વાપી પાલિકા વિસ્તારમાં વધી શકી નથી. વાપી પાલિકા દ્વારા જન્મદિવસ કે કોઇની મરણની યાદમાં પાલિકા દ્વારા નિ:શુલ્ક વૃક્ષારોપણનો પ્રોજેકટ હાથ ધરાયો હતો, પરંતુ તેમાં પુરતી સફળતા મળી ન હતી. આ ઉપરાંત ચોમાસામાં પાલિકા દ્વારા સોસાયટીમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે, પરંતુ 60થી 70 ટકા વૃક્ષોનો ઉછેર થતો નથી. પરિણામે સોસાયટીમાં વૃક્ષારોપણમાં પ્રતિસાદ મળી રહ્યો નથી.

વ્યક્તિદીઠ 9 ચો. મી. ગ્રીનસ્પેસ જરૂરી
તજક્ષ સંદીપભાઇ પટેલના જણાવ્યાં મુજબ વાપીમાં વૃક્ષોનીસંખ્યા વધારવી એટલા માટે જરૂરી છે કારણ કે સૌથી વધારે ઉદ્યોગો આવેલા છે. અહીંની 2 લાખની વસ્તી માટે માત્ર 22 હજાર જેટલા વૃક્ષો બહુ ઓછા કહેવાય. દર વ્યક્તિદીઠ 9 ચોરસ મીટર જેટલો ગ્રીનસ્પેસ હોવો જોઇએ. પાલિકાના 22 ચોરસ કિમી. જેટલા વિસ્તારને ધ્યાને લઇએ તો અહીં 22 હજારની જગ્યાએ 42000 જેટલા વૃક્ષો હોવા ખૂબજ આ‌વશ્યક છે.

દર વર્ષે વૃક્ષો વધારવામાં આવી રહ્યા છે
પાલિકા વિસ્તારમાં 2017માં વૃક્ષોની ગણતરી પછી દર વર્ષે 10 હજાર વૃક્ષો રોપવામાં આવ્યાં છે. જેમાંથી કેટલા વૃક્ષોનો ઉછેર થયો છે તે ફરી વૃક્ષોની ગણતરી કરવામાં આવશે ત્યારે તેનો સ્પષ્ટ ખ્યાલ આવશે.
> દર્પણ ઓઝા,ચીફ અોફિસર,વાપી પાલિકા

અન્ય સમાચારો પણ છે...