તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:લોહીની ઘટને લઈ તાત્કાલિક કેમ્પમાં 203 યુનિટ એકત્ર, રસી મુકાવનારે 2 માસ સુધી રકતદાન નહીં

વાપી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાપી વીઆઈએના કેમ્પમાં કામદારો પણ આગળ આવ્યાં

રસીનો 1 અને 2 ડોઝ લેવા દરમ્યાન રક્તદાન નહીં કરી શકાય એટલે કે, રસી લેનાર વ્યક્તિ 2 મહિના સુધી રક્તદાન ન કરી શકે. આવા સંજોગોમાં બ્લડ બેંકમાં રહેલો બ્લડનો જથ્થો પર્યાપ્ત ન પણ હોય શકે. જેને લઇ વીઆઇએ દ્વારા તાત્કાલિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ હતું. કોવિડની ગાઇડલાઇન અનુસાર 200 થી વધારે યુનિટ બ્લડ એકત્ર કરાયુ હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા વીઆઇએ પ્રમુખ પ્રકાશ ભદ્રા, ઉપપ્રમુખ સુનિલ અગ્રવાલ, માનદમંત્રી સતિષ પટેલ, ખજાનચી હેમાંગ નાયક અને સહ માનદમંત્રી કલ્પેશ વોરાએ ખાસ કરીને બ્લડ ડોનેશન કમિટી મેમ્બર કમલેશ પટેલ સહિતની ટીમે ભારે જહમેત ઉઠાવી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ડોનરોનો ઉત્સાહ વધારવા માટે પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ પણ હાજર રહ્યા હતા. બ્લડ બેન્કોમાં લોહોની અછત ન રહે તે માટે વીઆઇએ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો