તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગ ટોળકી:ભીલાડ ICICI બેંકમાં નકલી સોનું મુકી 20 લોન લેવાઈ હતી : ઠગ ટોળકીના 14 ઝડપાયા

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાતુના દાગીના ઉપર જાડો સોનાનો ઢોળ ચઢાવતા જેથી ખરાઈમાં પકડાઈ નહી

ભીલાડ ICICI બેંકમાં નકલી સોનાના દાગીના મોર્ગેજમાં મૂકી ગોલ્ડ લોન મેળવી બેંક સાથે છેતરપિંડી કરતી ટોળકીના 14 લોકોને ભીલાડ પોલીસે પકડી પાડી તપાસ હાથ ધરવામાં આવી છે. ICICI બેંકના બ્રાંચ મેનેજર જ્ઞાનેન્દ્ર શુક્લાએ ભીલાડ પોલીસમાં ફરિયાદ કરતા જણાવેલ કે, તા.3-08-2019થી તા.12-11-2020ના સમય દરમિયાન ભીલાડ ICICI બેંકના બ્રાંચમાંથી 17 ગ્રાહકોએ કુલ 20 ગોલ્ડ લોન એકાઉન્ટો ખોલાવી નકલી સોનાના દાગીના વજન 803.6 ગ્રામ મુકી લોન પેટે રૂ.20,85,570 લાખની લોન લઇ રકમ બેંકને ન ચૂકવી તેમજ બનાવટી સોનાના દાગીના મૂકી બેંક સાથે છેતરપિંડી કરી હતી.

પોલીસની તપાસમાં બેંકને નકલી સોનાના દાગીના ગીરવે મુકી નુકસાન કરતી ટોળકીને ઝડપવા સર્વેલન્સની મદદથી 11 લોકોને ઝડપી લેવાયા છે. બેંકને છેતરનારા આરોપી શાહીદ જાહીદ ખાન, આજાદ જાહિદ ખાન, બસિર નુરમહોમદ ખાન, મહેશસિંઘ સુબેદારસિંઘ ઠાકુર, શકીલ મોહમદ મુલતાની, અમરત ઇચ્છુ હળપતિ, ઇમરાન અકરમ ખાન પઠાણ, યોગેશકુમાર અશોક હળપતિ, મોહંમદ અમીન મોહંમદ સિદ્દિક રાયન, ફરમાન લિયાકત ખાન અને ફરમાન મતલુબ ખાન તમામ રહે.ભીલાડની પોલીસે ધરપકડ કરી છે.

જ્યારે તેની પાછળના સુત્રધારો પૈકીના ત્રણ મુખ્ય સુત્રધાર આરોપી રફીક હુસેન શેખ, શશી ઉદય મૌર્યા બંને રહે. ભીલાડ તા. ઉમરગામ તથા સુરજ નંદકિશોર શાહુ રહે. વિરાર મહારાષ્ટ્ર નાઓને પણ પોલીસે ઝડપી લીધા છે. પકડાયેલા તમામ આરોપીઓએ એકબીજાની મદદગારીથી ભીલાડ ICICI બેંકમાં નકલી સોનાના દાગીના મૂકી લોન લઇને બેંક સાથે છેતરપિંડી કરી હતી.

સ્ટોન રબીંગ તથા નાઇટ્રીક એસીડ ટેસ્ટમાં પકડાયા નહીં
મુખ્ય સુત્રધાર રફીક હુસેન શેખ, શશી મૌર્યા અને સુરજ શાહુ ગોલ્ડ લોનની પ્રોસેસથી વાકેફ હોય અને બેંકમાં સોનાના દાગીનાનું સ્ટોન રબીંગ ટેસ્ટ તથા નાઇટ્રીક એસીડ ટેસ્ટ મારફતે ટેસ્ટ થતો હોય જેમાં જો અન્ય ધાતુના દાગીના ઉપર જાડો સોનાનો ઢોળ ચડાવવામાં આવે તો તે દાગીના ટેસ્ટ દરમિયાન ખરૂ સોનું હોવાનું પુરવાર થાય તેનાથી વાકેફ હોવાથી તેમણે બનાવટી સોના જેવી પીળી ધાતુના સોનાનો ઢોળ ચઢાવેલ દાગીના આરોપી સુરજ નંદકિશોર શાહુ પાસેથી મેળવી આરોપી શશી મારફતે ગ્રાહકોની સિન્ડીકેટ ઉભી કરી બેંક સાથે છેતરપિંડી કરી હતી.

ઢોળ ચઢાવી આપનાર સોની વોન્ટેડ
આરોપી સુરજ નંદકિશોર શાહુએ મુળ રાજસ્થાનના અને અગાઉ વિરારમાં રહેતા તેના મિત્ર પાસેથી આ સોનાના ઢોળ ચડાવેલા દાગીના મેળવેલાનું તપાસ દરમિયાન જણાઇ આવતા ભીલાડ પોલીસે ઢોળ ચડાવનાર આરોપી તથા બાકીના અન્ય આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રફીક બળાત્કારમાં જેલ કાપી ચૂક્યો છે
આરોપી રફીક હુસેન શેખ અગાઉ વિરારમાં વર્ષ 1999માં બળાત્કાર કેસમાં પકડાયા બાદ થાણા જેલમાં 22 માસ સજા કાપી ચૂક્યો છે. તેમજ વાપી આરપીએફમાં ભંગાર ચોરીમાં પકડાઇ ચૂક્યો છે. જ્યારે વાપી આરપીએફ પોલીસે જ તેને રેલવે ટીકીટ બ્લેકમાં વેચાણ કરતા ત્રણ વખત પકડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...