વાપી પાલિકા દ્વારા વેરા વસુલાતનું અભિયાનમાં લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્ષ ભરતા વાપીના બે બિલ્ડિંગની બે દુકાનો તથા ડુંગરાના એક ગોડાઉનને સીલ મારી દેતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો. વાપી નગરપાલિકા વિસ્તારના બાકીદારોને વેરો ભરવા હાલમાં નોટીસો આપવામાં આવી રહી છે. વાપીમાં કોપરલી રોડ ઉપર સાઈ મેજેસ્ટી કોમ્પલેક્સના ઓફિસ ધારક તથા વલસાડ રોડ ઉપર આવેલા રાજ એવન્યુ બિલ્ડિંગના દુકાન ધારક તથા ડુંગરા એકતા નગરમાં ગોડાઉન માલિકને નોટિસો પાઠવવામાં આવી હતી.
બાકીદારોને ગુજરાત પાલિકા અધિનિયમ 1963 ની કલમ 132ની પેટા કલમ (3) હેઠળ 15 દિવસમાં બાકી લેણી રકમ ભરવા નોટીસ આપી હતી. બાકીદારોએ નોટીસની અવગણના કરી બાકી વેરાની રકમ ભરપાઈ ન કરતાં પાલિકા સીઓ શૈલેષભાઈ પટેલના માર્ગદર્શનમાં ટેક્ષ સુપરિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કર અને ટેક્ષ ઇન્સ્પેક્ટર દીપક ચભાડિયા તથા ઘરવેરા વિભાગની ટીમ દ્વારા મિલકતોને સિલ કરી દેવામાં આવી હતી.
જેમાં વાપીમાં કોપરલી રોડ ઉપર સાઈ મેજેસ્ટી કોમ્પલેક્સમાં ઓફિસ નં.217 તથા વલસાડ રોડ ઉપર આવેલ રાજ એવન્યુ બિલ્ડિંગમાં દુકાન નં.4 તથા ડુંગરા એકતાનગરમાં આવેલ ગોડાઉન મળી કુલ 3 મિલકતોને તાળાં સિલ કરાતાં બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો.
અત્યાર સુધી 73 ટકા વસૂલાત
પાલિકાએ ડિસેમ્બર-22 માસ સુધીમાં કુલ માંગણું રૂ.17.26 કરોડ સામે કુલ વસૂલાત રૂ.12.61 કરોડ મેળવીને 7.11 ટકા વેરા વસુલાત થઇ ચુકી છે. રીબેટ અને દંડના નિયમોનુસાર ચાલુ વર્ષની બાકી વેરાની રકમ પર દંડનીય વ્યાજ વસૂલ કરવાનું શરૂ થયું છે.
1-10-2022થી 2022-23થી સને-2022-23ના રહેણાક/ વાણિજ્ય બાકી વેરા પર નિયમોનુસાર દંડનીય વ્યાજ વસૂલ કરવામાં આવી રહ્યું છે. જે દર માસમાં 1% વ્યાજ વધતું જશે અને માર્ચ-2023 સુધી 6% સુધી લાગશે.નાણાકીય વર્ષ પૂરું થતાં પાછલી બાકી રહેતી તમામ રકમ ઉપર કુલ 12 % વ્યાજ લાગશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.