તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:દમણમાં 18 દિવસ બાદ કોરોનાના 2 પોઝીટિવ કેસ

વાપી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સંઘપ્રદેશ કોરોના મુક્તની જાહેરાત પોકળ

દમણમાં કોરોનાના કેસો શૂન્ય થયાના 18 દિવસ બાદ શુક્રવારે 2 પોઝિટિવ કેસ આવ્યા છે. જેને લઇ પ્રશાસને થોડા દિવસ પહેલા ઉતાવળે ત્રણેય સંઘપ્રદેશ કોરોના મુક્ત થયાની કરેલી જાહેરાત પોકળ સાબિત થઇ છે અને તમામ વિભાગોને સાવચેત કરી દીધા છે. દમણમાં છેલ્લા 18 દિવસથી કોરોનાના એક પણ કેસો પોઝીટિવ ન આવતા લોકો હાશકારો અનુભવી રહ્યા હતા. જોકે શુક્રવારે બે વ્યક્તિ કોરોના ટેસ્ટમાં પોઝીટિવ આવતા તાત્કાલિક સારવાર શરૂ કરાઇ હતી.

દમણમાં અત્યાર સુધી કોરોના પોઝીટિવના કુલ 1387 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. હાલ બે વ્યક્તિ પોઝીટિવ આવ્યા છે જોકે એક પણ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા નથી. ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલા સંઘપ્રદેશ પ્રશાસનના આરોગ્ય વિભાગ દ્વારા સેલવાસના એક માત્ર કોરોના પોઝિટિવ કેસ પણ રિકવર થઇ જતા દમણ,દીવ અને દાનહ ત્રણેય સંઘપ્રદેશ કોરોના મુક્ત થઇ ગયા હોવાની ઉતાવળે જાહેરાત કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો