તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ધુળેટી રમ્યા બાદ વાપીની દમણગંગા નદીમાં ન્હાવા ગયેલા 5 પૈકી 2નું ડુબી જવાથી મોત

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડુબેલા બે ને શોધવા મોડી રાત સુધી રેસ્ક્યુ, એકની સવારે તો બીજાની બપોરે લાશ મળી

વાપી હરિયાપાર્ક પાછળ આવેલી દમણગંગા નદીમાં ધુળેટી રમ્યા બાદ ન્હાવા પડેલા 4 મિત્રો ડુબવા લાગતા સ્થાનિકોએ બે ને બચાવી લીધા હતા. જ્યારે એક અન્ય યુવક પણ તેઓ સાથે ડુબતા તેને પણ બચાવાયા હતા. જોકે ચાર મિત્રો પૈકી બે મિત્રો ડુબી જતા ફાયર વિભાગે ભારે શોધખોળ કરતા તેઓ મળ્યા ન હતી. તો બીજા દિવસે સવારે એકની લાશ મળ્યા બાદ બીજા યુવકની લાશ બપોરે મળી આવી હતી.

સોમવારે ધુળેટીનો તહેવાર હોવાથી ભડકમોરા ખાતે રહેતો ઇમરાન ગફુર શેખ ઉ.વ.20 ખોડિયાર નગરમાં રહેતા મિત્ર દિલીપ રામાનંદ ભારતી ઉ.વ.18 અને ચણોદમાં રહેતા સુરજ દિલીપ પ્રજાપતિ ઉ.વ.17 તથા તેના મોટા ભાઇ શ્રવણ દિલીપ પ્રજાપતિ સાથે ધુળેટી રમ્યા બાદ બપોરે 1.30 કલાકે હરિયાપાર્ક પાછળ આવેલી દમણગંગા નદીમાં ન્હાવા માટે ગયો હતો.

નદીમાં ન્હાતી વખતે પાણીના વહેણના કારણે આગળ જઇ ડુબવા લાગતા ત્યાં ન્હાવા ગયેલા અન્ય વ્યક્તિઓએ ચારેય પૈકી બે મિત્રોને હેમખેમ બહાર કાઢ્યો હતો. તેઓ સાથે જ નદીમાં ડૂબતા અન્ય યુવકને પણ સ્થાનિકોએ બહાર કાઢ્યો હતો. જ્યારે બે મિત્રો વહેણ સાથે ઉંડા પાણીમાં જતા રહેતા આ અંગે ફાયર વિભાગને જાણ કરાઇ હતી્જેથી જીઆઇડીસી યુનિટ-2ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. સોમવારે મોડી રાત સુધી રેસ્ક્યુ હાથ ધરાઇ હતી. જોકે બીજા દિવસે મંગળવારે સવારે 17 વર્ષીય સુરજ દિલીપ પ્રજાપતિની લાશ મળી આવી હતી. ત્યારબાદ બપોરે દિલીપ રામાનંદ ભારતીની લાશ પણ નદીમાંથી મળી આવી હતી.

લોકડાઉન બાદ ચારેય નોકરીએ લાગ્યા હતા
લોકડાઉન હોવાથી ચારેય મિત્રો અભ્યાસ છોડી નોકરીએ લાગી ગયા હતા. વાપી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ છૂટક મજૂરી કરી પરિવારને આર્થિક મદદ કરતા હતા. જીવ ગુમાવેલા બંનેના પરિવારના સભ્યો ડુબવાની ઘટના બાદથી લાશ મળ્યા સુધી તેમની રાહ જોઇ નદી કિનારે જ બેસેલા હતા.

બંનેને બચાવવા જતા અમે પણ ડુબવા લાગ્યા
સુરજ અને રામાનંદ ડુબવા લાગતા હું અને સુરજનો ભાઇ શ્રવણ તેમને બચાવવા જતા ડુબવા લાગ્યા હતા. ત્યારે ત્યાં ન્હાવા આવેલા બેથી ત્રણ લોકોએ અમને બચાવી લીધો હતો. જોકે અમારી સામે જ બંને મિત્રો ડૂબી ગયા હતા.> ઇમરાન શેખ, પ્રત્યક્ષદર્શી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો