ધરપકડ:કોચરવા જંગલમાં જુગાર રમતા 2 ઝબ્બે, 8 ફરાર

વાપી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે 82,130નો મુદ્દામાલ કબજે કર્યો

વાપીના કોચરવા ખાતે ઝાડી જંગલમાં જુગાર રમતા ઇસમોને પકડવા પોલીસે રેઇડ કરતા 10 પૈકી 8 ઇસમો ફરાર થઇ ગયા હતા. જ્યારે 2 આરોપીને પકડી પાડી પોલીસે રોકડા અને ત્રણ વાહન મળી કુલ રૂ.82,130નો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે.

વાપી ડુંગરા પોલીસે સોમવારે વાહન પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કોચરવા વડીયાવાડ ક્રિકેટ મેદાનની બાજુમાં આવેલ ઝાડી જંગલમાં રેઇડ કરતા ત્યાં આગળ કેટલાક ઇસમો હારજીતનો જુગાર રમતા નજરે ચઢ્યા હતા. પોલીસે રેઇડ કરતા 10 પૈકી 8 ઇસમો સ્થળ ઉપરથી ફરાર થવામાં સફળ થયા હતા. જ્યારે બે ઇસમો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

પોલીસે સ્થળ ઉપરથી દાવના રૂ.1630 અને અંગઝડતીમાંથી રૂ.10500 તથા ત્રણ બાઇક કિં.રૂ.70000 મળી કુલ રૂ.82,130નો મુદ્દામાલ કબજે લઇ ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી. શ્રાવણ માસ શરૂ થતાં જ લોકો જુગાર રમવા માટે નવા નવા ઠેકાણા શોધી રહ્યા છે.

આ જુગારીઓ પકડાયા- ફરાર
ડુંગરા પોલીસે જુગાર રમતા આરોપી રામભઝન ગુરલપ્રસાદ હરીજન રહે.રાતા અને વસીમ સોહરાબખાન રહે.છીરી ને પકડી પાડી ફરાર રફીક ઉર્ફે મટનવાળો સલીમ, મનોજ, ગોલુ, પુનમ ઉર્ફે પુનીયો, ચીકુ, કમલેશ, ભાકુલ અને સંજુ તમામ રહે.કોચરવા અને છીરી ને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...