તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દમણ 17 લાખની ઠગાઇ કેસમાં 2 આરોપીને 10 દિ’ના રિમાન્ડ

વાપી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇવેન્ટ કંપનીના સંચાલક પાસે રૂપિયા પડાવ્યાં હતાં
  • પોલીસે લગ્નના પ્લાન માટે થયેલી બેઠકની તપાસ કરી

મુંબઇના બે માસ્તર માઇન્ડ ગઠિયાએ દમણના ઇવેન્ટ મેનેજમેન્ટ સંચાલકને ઇટલીમાં મેરેજ ઓર્ગેનાઇઝ કરવાનું કહીને બેંક ખાતામાંથી 17 લાખ રૂપિયા ટ્રાન્સર્ફર કરી લીધા હતા. આ કેસમાં મુંબઇથી ઝડપાયેલા બંને આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

દમણમાં એજે71 ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતા સંચાલકને મુંબઇના બે ઇસમોએ ઇટલીમાં મેરેજ ઓર્ગેનાઇઝ કરવાનું કહીને ચાલાકીથી બેંક ખાતમાંથી રોકડા 17 લાખ ટ્રાન્સર્ફર કરી દીધા હતા. બંને આરોપીએ પોતાની અલગ ઓળખ બતાવીને દમણના બે અજાણ્યા ઇસમોને 5 હજાર રૂપિયા આપી નવા બેંક એકાઉન્ટ ખોલાવીને રૂપિયા ટ્રાન્સર્ફર કરીને ક્રિપ્ટો કરન્સીમાં બીટ કોઇન ખરીદી લીધા હતા.

દમણ પોલીસની એક મહિનાની મહેનત બાદ બંને આરોપી શાહિલ મોરજરિયા ઉર્ફે રાજીવ કનકીયા ઉર્ફ શૈલેષ મહેતા ઉર્ફે જીગ્નેશ શાહ ઉ.વ.37 રહે. ફ્લાન્ટો, લોટસ કલ્પતરૂ ગાર્ડન, કાંદિવલી મુંબઇ અને કિશન બોકાની ઉર્ફે અશોક જોશી ઉર્ફે રાજેશ જવેરી ઉર્ફે વિશાલ શાહ ઉ.વ.47 રહે.ફ્લેટ નં.502 રિદ્ધીસિદ્ધિ બિલ્ડીંગ બોરીવલીની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરીને 8મી ફેબ્રુઆરી સુધીના રિમાનડ લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શનિવારે પોલીસે બંને આરોપીને દમણ અને સુરત લઇ ગઇ હતી જ્યા મેરેજ ઓર્ગેનાઇઝ માટે બેઠક કરી હતી ત્યાં લઇ જઇને જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો