ભાસ્કર એનાલિસીસ:વાપી શહેરમાં 1 વર્ષમાં આગના 190 બનાવ, GIDCમાં 135 સ્થળે આગ

વાપીએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્યોગોમાં આગના બનાવો ઘટવાની જગ્યાએ વધ્યાં, સૌથી મોટી જીઆઇડીસી છતાં ફાયરની સુવિધાનો અભાવ

સૌથી મોટી જીઆઇડીસી ગણાતાં વાપી જીઆઇડીસામાં છેલ્લા ચાર-પાંચ વર્ષમાં વર્ષ દરમિયાન સરેરાશ 100થી 110 જેટલા આગના બનાવો બન્યાં છે,પરંતુ આ વર્ષે સૌથી વધારે 135 જેટલા આગના બનાવો બન્યાં છે. નોટિફાઇડ અને વાપી પાલિકા ફાયર બ્રિગ્રેડ એમ ફાયર સ્ટેશનો મળીને ચાલુ વર્ષે કુલ 190 આગના ઘટનાઓ બની છે. આગની ઘટનાઓ ઓછી થવામાં સફળતા મળી હતી.આગની મોટી ઘટનામાં હજુ પણ બહારથી ફાયર બ્રિગેડની ટીમો પર નિર્ભર રહેવું પડે છે.

વાપી જીઆઇડીસીમાં નાના-મોટા 3 હજારથી વધુ એકમો કાર્યરત છે. આ એકમોમાં આકસ્મિક સંજોગોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. 2019થી 2022 સુધીમાં વાપી નોટિફાઇડ ફાયર બ્રિગ્રેડમાં વર્ષ દરમિયાન 110 જેટલા સરેરાશ આગના બનાવોના કોલ આવ્યાં છે,પરંતુ ચાલુ વર્ષે સૌથી વધારે 135 આગના બનાવો બન્યાં છે. જેમાં 17 મેજર કોલ, 48 મિડિયમ તથા બાકીના નાના કોલનો સમાવેશ થાય છે.જયારે વાપી પાલિકા ફાયર બ્રિગ્રેડમાં 55 જેટલા આગના કોલ આવ્યા હતાં.

જીઆઇડીસી અને નોટિફાઇડ મળીને વર્ષમાં 190 જેટલા સ્થળોએ આગની ઘટના બની છે. ખાસ કરીને સૌથી મોટી જીઆઇડીસી હોવા છતાં પણ દમણ, સેલવાસ, સરીગામ, વલસાડથી પણ મોટી આગની ઘટનામાં ફાયર બ્રિગ્રેડની ટીમો બોલાવવી પડે છે.જીઆઇડીસીમાં ફાયર બ્રિગ્રેડમાં સુવિધા તથા સાધનો વધુ વસાવવા જરૂરી છે. ઉનાળા અને માર્ચ મહિનામાં કંપનીઓમાં સૌથી વધુ આગના બનાવો બનતા હોય છે.

આગના બનાવો અટકાવવા શું કરવું જોઇએ ?
નિષ્ણાતને મતે કંપનીઓમાં સેફટી ઓડિટ થવું જોઇએ કંપનીઓમાં ફાયરની એનઓસી અને અને અન્ય ફાયરના સાધનો અંગેની ચકાસણી સમયાંત્તરે કરવામાં આવે તો આગની ઘટનાઓ ઘટી શકે છે. ખાસ કરીને જયાં આગ લાગ‌વાની સંભાવના વધુ રહે છે ત્યાં અનુભવી કામદારોને રાખવા જોઇએ.

ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત માત્ર કાગળ પર
એશિયાની સૌથી મોટી જીઆઇડીસી ગણાતી વાપી જીઆઇડીસીના એકમો માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર બનાવવાની વાત છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે. પરંતુ હજુ સુધી આ પ્રોજેકટ માત્ર કાગળ પર છે. આ માટે અનેક રજૂઆતો પણ થઇ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર માટેની પ્રક્રિયા ઝડપથી થાય તે જરૂરી છે.જો કે હાલ નોટિફાઇડમાં સૌથી ઉંચા સ્થળે ફાયર બ્રિગ્રેડની ટીમ આગને બુઝાવી શકે તેવી સાધનો વસાવવાની તૈયારી કરવામાં આવી છે.

ભંગાર ગોડાઉનમાં સૌથી વધુ
ફાયર બ્રિગ્રેડની ટીમે જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન સૌથી વધારે આગની ઘટનાઓ કંપનીઓ અને ભંગારના ગોડાઉનમાં લાગી રહી છે. કંપનીઓમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકે છે, જયારે ભંગારના ગોડાઉનમાં વાર-વાર મોટી આગ લાગે છે. ભંગારના ગોડાઉનામાં આગની ઘટનાઓ રોકવા માટે ઉચ્ચ અધિકારીઓએ ટીમ બનાવી મંજૂરી વગરના ગોડાઉનોને બંધ કરી દેવા જોઇએ.

કાયમી ફાયર ઓફિસર નથી
વાપી પાલિકામાં વર્ષોથી કાયમી ઓફિસર નથી.ફાયર એનઓસી સહિતની કામગીરી માટે સુરત ફાયર ઓફિસર સુધી લંબાવવું પડે છે. આ ઉપરાંત વાપી પાલિકાના ફાયર બ્રિગ્રેડના સ્ટાફમાં પણ ઘટ છે. સાતમા -આઠમા માળે પહોંચે તેવી સિડી પણ ફાયર વિભાગ પાસે નથી. પાલિકા પ્રમુખ કાશ્મીરાબેન, કારોબારી મિતેશ દેસાઇ સહિતના પદાધિકારીઓ ફાયર વિભાગને અદ્યતન બનાવે તે જરૂરી

અન્ય સમાચારો પણ છે...