છેતરપિંડી:‘ક્રેડિટ કાર્ડ ફ્રી ઓફર પતી ગઇ છે’ ખાતામાંથી 1.79 લાખ ઉપાડ્યા

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક લિંક મોકલી ફોર્મ ભરતા જ રૂપિયા ગાયબ થઇ ગયા

વાપીના યુવકને ફોન આવ્યો હતો કે, તમારો ક્રેડિટ કાર્ડ ફ્રી ઓફર પૂરા થઇ ગયા હોવાથી હવે તેને વાપરવા પર ચાર્જ લાગશે. ચાર્જ ન લાગે તે માટે મોબાઇલ ઉપર એક ફોર્મ મોકલી ભરવા કહેતા યુવકે તે ફોર્મ ભર્યો હતો. જે બાદ તેના ખાતામાંથી રૂ.1.79 લાખ ઉપડી જતા આ અંગે સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ કરાઇ હતી. વાપી ગીતાનગર ખાતે એવરસાઇન ટાવરમાં રહેતા અને દમણની એક કંપનીમાં નોકરી કરતા બિપીન પી.સિંહને 2 જૂનના રોજ એક કોલ આવ્યો હતો કે, તમારો એક્સિસ બેન્કનો ક્રેડિટ કાર્ડ ફ્રી ઓફર ખતમ થઇ ગયા હોવાથી હવે આગળથી તેને વાપરવા ઉપર ચાર્જ લાગશે.

ચાર્જથી બચવા માટે યુવકને સામાવાળાએ જણાવેલ કે, વોટ્સએપ ઉપર એક લિંક મોકલાવતા છે જેમાં એક ફોર્મ ભરવાનું રહેશે. જે ભર્યા બાદ ફરીથી આ ક્રેડિટ કાર્ડમાં ફ્રી ઓફર શરૂ થઇ જશે. યુવકે સામાવાળાના જણાવ્યા મુજબ વોટ્સએપ ઉપર આવેલ લિંકમાં ફોર્મ ભરી તેમાં આવેલ ઓટીપી આપતા જ તેના એક્સિસ બેન્કના ખાતામાંથી રૂ.1.79 લાખ એક જ ઝાટકામાં ઉપડી ગયા હતા.

રૂપિયા ગાયબ થતા જ તે તાત્કાલિક બેન્કમાં દોડી ગયો હતો. જ્યાં આ અંગે ફરિયાદ કરતા તેનો કાર્ડ બ્લોક કરી દેવાયો હતો. બેન્કના કર્મીઓએ આ અંગે પોલીસ ફરિયાદ કરવા કહેતા બિપીને વલસાડ સાયબર ક્રાઇમ પોલીસમાં ટેલીફોનિક ફરિયાદ કરી હતી.

જાગૃતતાના અભાવે લોકો છેતરાય છે
અવાર નવાર સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા ઓનલાઇન ઠગાઇથી બચવા માટે પોસ્ટર લગાવી માહિતી આપવામાં આવે છે કે, તેનાથી કેવી રીતના બચી શકાય. તે છતાં જાગૃતતાના અભાવે લોકો અજાણ્યા ફોન કરનારને ઓટીપી આપી છેતરાય જતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...