તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવેશમાં ફાંફા:જિલ્લાના ધો.10ના 17205 વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી ધો.11માં પ્રવેશ માટે મૂંઝવણ ઊભી થશે

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં બે વર્ષથી સરેરાશ 60 ટકા પરિણામ આવતુ હોવાથી અન્ય 40 ટકાને પ્રવેશ માટે સરકારે આયોજન કરવું પડશે

રાજય સરકારની જાહેરાતના પગલે વાપી સહિત વલસાડ જિલ્લાના ધો.10ના 17205 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળશે, પરંતુ છેલ્લા બે વર્ષથી જિલ્લામાં ધો.10નું સરેરાશ 60 ટકા પરિણામ આવે છે. આ વર્ષે ધો.10ના 100 ટકા વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવતાં ધો.11માં પ્રવેશ માટે મૂંઝવણ ઊભી થશે. 60 ટકા પરિણામ બાદ પણ શાળાઓમાં પ્રવેશની સમસસ્યા રહેતી હોય છે. જેથી આ વર્ષે 60 ટકાની સાથે અન્ય 40 ટકા વિદ્યાર્થીઓના પ્રવેશની પણ સરકારે વ્યવસ્થા ગોઠવવી પડશે. હાલ તો સરકારની જાહેરાત બાદ જિલ્લામાં ધો.11માં સાયન્સ,કોમર્સ અને આર્ટસમાં પ્રવેશ સમસ્યા ઊભી થવાની પુુરેપુરી સંભાવના વર્તાઇ રહી છે.

પ્રિલિમરી પરીક્ષાના આધારે ફેકલ્ટી નકકી થશે
શિક્ષણ વિભાગના સુત્ર અને શિક્ષણવિદ પાસેથી મળતી માહિતી મુજબ પાસ પ્રમોશનના નિર્ણય બાદ સરકાર તરફથી સ્પષ્ટ ગાઇડલાઇન બહાર પાડવામાં આવશે. પ્રિલિમરી પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓ સાયન્સ ,કોમર્સ કે આર્ટસની પસંદગી કરશે. જેના આધારે પ્રવેશ પ્રક્રિયા સ્કુલમાં શરૂ થશે, પરંતુ નાપાસ વિદ્યાર્થીઓ નહિવત હોવાથી તમામને પ્રવેશ કેવી રીતે મ‌ળશે તે પ્રશ્ન હજુ પણ લોકોના મનમાં ઉઠી રહ્યો છે.
આઇટીઆઇ,ડિપ્લોમાં પ્રવેશ પ્રક્રિયા કેવી રીતે થશે
ધો.11ની જગ્યાએ આઇટીઆઇ ,ડિપ્લોમાં કે અન્ય ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ કેવી રીતે અપાશે. જેમાં પણ પ્રિલિમરી પરીક્ષાના આધારે જ પ્રવેશ અપાશે કે કેમ તથા આઇટીઆઇમાં જિલ્લામાં પુરતી બેઠકો છે કે નહિ તે અંગે પણ મોટો સવાલ છે. આ નિર્ણયમાં સરકારે સ્પષ્ટ જાહેરાત કરવાની તાતી જરૂરિયાત છે.

જિલ્લામાં ધો.10નું છેલ્લા બે વર્ષનુ પરિણામ
2019માં વલસાડ જિલ્લાનું રિઝલ્ટ 62.98 ટકા આવ્યુ હતું. 22084 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 13908 વિદ્યાર્થીઓ પાસ અને 8238 ફેલ થયા હતાં. 2020માં વલસાડ જિલ્લાનું પરિણામ 58.52 ટકા રહ્યું હતું. જેમાં 21685માથી 12449 વિદ્યાર્થીઓ ઉર્તણિ થયા હતાં. એટકે કે બે વર્ષથી જિલ્લામાં સરેરાશ 60 ટકા પરિણામ આવે છે. જેથી આ વર્ષે 100 ટકા વિદ્યાર્થીઓ માસ પ્રમોશનથી પાસ કરાતાં પ્રવેશ સમસ્યા ઉદભવશે.

એક વર્ગમાં 60ની જગ્યાએ 90ને મંજુરી આપવી પડે
100 ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે અલગ વ્યવસ્થા ગોઠવવી પડશે. જેમાં એક વર્ગમાં 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. તેવી રીતે આ વર્ષે 90 વિદ્યાર્થીઓને મંજુરી આપવી પડશે. જેથી દરેક વિદ્યાર્થીઓને સરળતાથી ધો.11માં પ્રવેશ મળી રહે.>અશ્વિનભાઇરાવલ ,આચાર્ય,વલસાડ

​​​​​​​હોશિયાર વિદ્યાર્થીઓને સીધી અસર થશે
હોશિયાર વિદ્યાર્થી સાથે અન્યાય અને નબળા વિદ્યાર્થીને ફાયદો થાય તેવી પણ પરિસ્થિતિ થશે. પરીક્ષા લેવામાં આવશે તો દરેક વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા મુજબ દેખાવ કરતાં હોય છે. પરિણામના આધારે તેમના ક્ષેત્રો નકકી થતા હોય છે.>તપન જોષી,વિદ્યાર્થી,ધો. 10,પારડી

અન્ય સમાચારો પણ છે...