ફરિયાદ:વાપી કચ્છીમાર્કેટથી 1.70 લાખના કેબલ ચોરાઇ ગયા

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટેમ્પોમાં આવેલા અજાણ્યા સામે ફરિયાદ

જીઆઇડીસી સ્થિત કચ્છીમાર્કેટમાં આવેલ એક દુકાન બહાર રાખેલ 1.70 લાખના કેબલની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઇ જતા દુકાનદારે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. વાપી ચલા સ્થિત લાઇફ સ્ટાઇલ રોયલ બિલ્ડીંગમાં રહેતા સંદીપ ચંદ્રકાંતભાઇ શાહએ ગુરૂવારે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ચારરસ્તા પર રચના ટ્રેડીંગ કોર્પોરેશનના નામે દુકાન ચલાવે છે અને ટેલીફોન એક્ષચેન્જની સામે ગોડાઉન ધરાવે છે.

2 ઓગષ્ટના રોજ તેઓ દુકાન બંધ કરીને ઘરે જતા રહ્યા હતા. બીજા દિવસે રક્ષાબંધન હોય દુકાન બંધ રાખી હતી. 4 તારીખે દુકાન ખોલી માણસને ગોડાઉન પર મોકલવાતા ત્યાં બહાર શટર પાસે મુકેલ આર.આર.કેબલ મેક ઇંડસ્ટ્રીયલ કોપર આર્મ પાવર કેબલના ડ્રમો સ્થળ પર દેખાયા ન હતા. જેથી આજુબાજુમાં તપાસ કરતા મુદ્દામાલ અંગે કોઇ માહિતી મળી શકી ન હતી. અજાણ્યા ઇસમો મોડી રાત્રે માલને ટેમ્પોમાં ભરી ફરાર થઇ ગયા હોવાની જાણ થતા ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...