તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણમાં પાછળ રાજકારણમાં આગળ:વાપી તાંલુકા પંચાયતની 20 બેઠકો પર 17 ઉમેદવારો 10 ચોંપડી પણ ભણેલા નથી

વાપી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 3 ઉમેદવારો ધોરણ 12 પાસ છે તો માત્ર 3 ઉમેદવારો ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ કર્યો છે
 • હવે મતદારો પોતાનો નિર્ણય કરશે

વલસાડ જિ.પં. અને તાં.પં.ની ચૂંટણી અાગામી 28 ફેબ્રુઆરીએ યોજાવાની છે. ત્યારે વાપી તાં.પં.ની 20 બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસે રાજકારણમાં આગળ હોય તેવા ઉમેદવારોને ટિકિટ આપી છે, પરંતુ આ ઉમેદવારો શિક્ષણમાં પાછળ છે. કારણ કે 20 બેઠકો પર 17 ઉમેદવારોએ ધો.10 સુધીનો પણ અભ્યાસ કર્યો નથી. 11 ઉમેદવારોએ ધો.10 પાસ,4 ઉમેદવારો ધો.12 પાસ તથા 3 ઉમેદવારો ગ્રેજયુએટ છે. વાપી તાલુકા પંચાયતની 20 બેઠકો પૈકી 5 બેઠકો બિન હરિફ થઇ ચુકી છે. પરંતુ બાકી બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થવાનો છે.

તાં. પં.ની 20 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ રજુ કરેલા ફોર્મમાં અભ્યાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ બંને પક્ષોના ઉમેદવારોે રાજકારણમાં ભલે આગળ હોય પરંતુ શિક્ષણમાં પાછળ જોવા મળી રહ્યાં છે. ભાજપના કુલ 20 ઉમેદવારોમાં (બિનહરિફ સાથે) 7 ઉમેદવારો ધો.10 પાસ સુધી પહોંચી શકયા નથી. 7 ઉમેદવારોએ ધો.10 પાસ કર્યુ છે. 3 ઉમેદવારો ધો.12 પાસ તથાં 3 ઉમેદવારો ગ્રેજયુએટ છે.

જયારે કોંગ્રેસના 20 પૈકી 5 બેઠકો પર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં છે. જેથી 15 બેઠકોમાં 9 ઉમેદવારોએ ધો.10 પણ પાસ કર્યુ નથી. 5 ઉમેદવારો ધો.10 પાસ, 1 ઉમેદવાર ધો.12 પાસ છે. આમ હવે તાં.પં.ની ચૂંટણીમાં બંને પક્ષોના ઉમેદવારો અભ્યાસમાં પાછળ છે, પરંતુ રાજકારણમાં આગળ માનવામાં આવે છે. ત્યારે મતદારો શું નિર્ણય કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

તાંલુકા પંચાયતની ચૂંટણીમાં માત્ર 3 ઉમેદવારો ગ્રેજયુએટ
આ ચૂંટણીમાં બલીઠા બેઠક પરના ઉમેદવાર રજનીકાંત પટેલ બી.એ.,ડી.પી.એડ. સુધીનો અભ્યાસ કર્યો છે. જયારે ચંડોર નામધા બેઠક પરના ઉમેદવાર ભાવિકાબેન પટેલે બી.એ.સુધીનો અભ્યાસ કર્યો છે. કોપરલી તાં. પં.ની બેઠક પર જિનલ પટેલે પીટીસી બાદ બી.એ. કર્યુ છે.આમ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો ગ્રેજયુએટ છે.

શિક્ષણ નહિ રાજકીય અનુભવના આધારે ટિકિટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોના ઓછા અભ્યાસ અંગે ભાજપ અને કોંગ્રેસના નેતાઓને પુછતાં તેમણે જણાવ્યું હતું કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં માત્ર શિક્ષણના આધારે ટિકિટની ફાળવણી કરવામાં આવતી નથી, પરંતુ રાજકીય અનુભવ જરૂરી છે. અભ્યાસ ઓછો હોય તો ચાલે પરંતુ રાજકીય અનુભવથી વિજય મળતો હોય છે. અને એ અનુભવના આધારે જ પ્રજાની સેવા કરવાની તક મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો