તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પારડીથી પંખાની આડમાં લઇ જવાતો 15.66 લાખના દારૂ કબજે

પારડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • LCB એ ટ્રકમાંથી 350 નંગ સિલિન ફેન પણ કબજે લીધા
 • ચાલકની ધરપકડ જ્યારે દારૂ ભરાવનાર દમણના 3 વોન્ટેડ

હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે સંઘ પ્રદેશ દમણ માંથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ગુજરાતમાં ઠલવાવાની શક્યતાને કારણે પોલીસ તંત્રએ કમરકસી છે.જે અંતર્ગત વલસાડ એલસીબીએ પૂર્વ બાતમી આધારે પારડી શ્રીનાથ હોટલ પાસે નેશનલ હાઇવે પર વોચ ગોઠવી ટ્રક નંબર GJ06AU2462 આવતા અટકાવી હતી.

અને તેની તલાસી લેતા ટ્રકમાં સૌપ્રથમ સીલીન ફેન 350 નંગ જેની કિંમત રૂપિયા15,75000નો જથ્થો મળ્યો હતો અને આ ઇલેક્ટ્રીક ફેનના પાછળના ભાગે બિયર વિશ્કીની બાટલી નંગ15900 જેની કિંમત રૂ 15.66 લાખનો દારૂ મળી આવતા રૂ 10.00.000ની ટ્રક અને પંખા મળી કુલ્લે રૂ 27.29 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ ટ્રક ચાલક ચંદ્રકેશ ખુશહાલ યાદવ રહે ડુંગરી વલસાડની ધરપકડ કરી હતી અને જેની પૂછપરછમાં આ દારૂનો જથ્થો દમણ રહેતા પંકજ અને ખારીવાડ દમણ રહેતા રનીત તેમજ અરવિંદ પટેલ રહે દુનેઠાએ ભરાવ્યો હોવાનું બહાર આવતા ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા છે.

ઝડપાયેલા આરોપીનો અને દારૂ ભરેલી ટ્રકનો કબ્જો પારડી પોલીસને કબજો સોંપવામાં આવ્યો છે. દમણથી ગુજરાત તરફ હજુ પણ ગેરકાયદે દારૂનો જથ્થો આવી રહ્યો છે. સતત દારૂનો જથ્થો પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો