તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:વાપીમાં ટ્રાવેલ્સ એજેન્ટના બંધ ઘરમાંથી 1.55 લાખની ચોરી, વાપીમાં ટ્રાવેલ્સ એજેન્ટના બંધ ઘરમાંથી 1.55 લાખની ચોરી

વાપી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

વાપીના નૂતન નગર સ્થિત નવકાર બિલ્ડિંગમાં શુક્રવારની રાત્રીએ તસ્કરોએ બંધ ફલેટનો નકુચો અને તાળું તોડી અંદર સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ગયા હતા. મકાન માલિક સહપરિવાર વતનમાં ગયો હોવાથી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા.વાપીના નૂતનનગર સ્થિત નવકાર સોસાયટીમાં ફલેટ નંબર 201માં નરપતસિહ ભવરસિંહ રાજપુરોહિત માલાણી ટ્રાવેલ્સનો એજન્ટ તરીકે કામ કરે છે. ગત 2જી ફેબ્રુઆરીના રોજ તેઓ પરિવાર સાથે વતન રાજસ્થાનના બાડમેર જિલ્લાના સોઢાકી ઢાણી ગામે ગયા હતા.

આ દરમિયાન કોઇ ચોર ઇસમે શુક્રવારે રાત્રીએ તેમના ઘરનું તાળું તોડી અંદર પ્રવેશી લોખંડના કબાટમાં મુકેલા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા 90 હજાર મળી કુલ 2 લાખ 55 હજારની ચોરી કરી ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ અંગે તેમણે વાપીમાં રહેતા સંબંધી ઓમપ્રકાશ પુરોહિતને જાણ કરતા તેમણે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો