ધરપકડ:વાપીથી શ્રીમંત પરિવારના 15 નબીરા જુગારમાં ઝબ્બે

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે 47,690નો મુદ્દામાલ કબજે કર્યો

વાપીના ચલામાં ગણેશ મંડપમાં જુગાર રમતા શ્રીમંત પરિવારના 15 આરોપીની પોલીસે ધરપકડ કરી રૂ.47,690નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાપી ટાઉન પોલીસની ટીમે ગુરૂવારે બપોરે પેટ્રોલીંગ દરમિયાન ચલા તક્ષશીલા સોસાયટી સરોવર બિલ્ડીંગની બાજુમાં આવેલ ગણપતિ મંડપમાં રેઇડ કરતા શ્રીમંત પરિવારના 15 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી દાવના રૂ.2090, અંગઝડતીમાંથી રૂ.16,100 તથા 8 ફોન કિં.રૂ.29,500 મળી કુલ રૂ.47,690 કબજે લઇ તમામ સામે જુગારધારા એક્ટ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ચલામાં રહેતા આ જુગારીયા ઝડપાયા
પોલીસે આરોપી ચેતનકુમાર મોહન પટેલ પ્રમુખ એસ-3 ચલા, વિશાલ કિશોર શેડે જી-3 સરોવર હાઉસીંગ, જીલેશ રાજેશ પટેલ પ્રમુખ સહજની સામે, અભિષેક કિરણ પટેલ શ્રીજી કોમ્પ્લેક્ષ પાછળ, રીકેશ આમા યાદવ ઝંડા ચોક, સંજય સુભાષ પટેલ શ્રી નાથજી નગર, સોહેલ શકીલ અહમદ સીટી સેન્ટર, ભુમીત હરીશ પ્રજાપતિ વૃંદાવન સોસાયટી, સુનીલ કનોજીયા ગેલેક્ષી પાર્ક, દિપકસીંગ ભંડારી વૃંદાવન સોસાયટી, અર્જુન કરણ બિસ્ટર, સરોવર સોસાયટી, પંકજ શાંતીલાલ ખત્રી વૃજાધારા એપાર્ટમેન્ટ, પ્રીતમકૈલાશ પાટીલ સરોવર સોસાયટી, કિશોર બાલકૃષ્ણ પાટીલ શ્રીજી એપા. અને અંકુર પરમાનંદ સીંગ વૃંદાવન પાર્કની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...