અભિયાન સફળ:વાપીમાં કોરોનાકાળમાં શરૂ થયેલી મોબાઇલ વાનથી 1468 યુનિટ બ્લડ એકત્ર

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોહીની અછત પૂર્તિ કરવા ઉદ્યોગો, સોસાયટી, શાળા કોલેજોમાં સ્થ‌ળ પર કેમ્પો યોજાયા

વાપી શહેર અને જિલ્લામાં કોરોના કાળમાં લોહીની તંગી ઊભી થઇ હતી. જેથી પૂર્તિ કરવા વાપી રોટરી કલબ દ્વારા 40 લાખના ખર્ચે મોબાઇલ વાનથી રક્તદાન સેવા શરૂ કરી હતી. પારડી ધારાસભ્ય અને હાલ નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આ પ્રોેજેકટને લીલીઝંડી આપ્યા બાદ એક વર્ષમાં ઉદ્યોગો, સોસાયટી, શાળા-કોલેજેમાં વાનથી 1468 યુનિટ બ્લડ એકત્ર થયુ છે.

વાપીમાં અગાઉ રોટરી કલબ ઓફ વાપીના 51માં શપથ સમારંભમાં નવા રોટરી કલબ ઓફ વાપીના પ્રમુખ તરીકે વિરેન્દ્ર પટેલ અને સેક્રેટરી તરીકે હાર્દિક શાહે કોરોના લોહીની અછત માટે મોબાઇન વાન ખરીદી સ્થળ પર રક્તદાનનો પ્રોજેકટ હાથ ધર્યો હતો. ગૌતમભાઇ શાહ અને અલીભાઇ નાથાણીના સહયોગથી મોબાઇલ વાનથી જિલ્લામાં સ્થળ પર રક્તદાનનું આયોજન કર્યું હતુ.

વીઅાઇએના સહયોગથી 49 કેમ્પમાં અત્યાર સુધીમાં કુલ 1468 યુનિટ બ્લડ એકત્ર થયુ છે. રોટરી કલબ ઓફ વાપીના પ્રમુખ મોહિત રાજાણી, સેક્રેટરી અભિષેક શાહ અને રોટરી ચેરીટેબલ ટ્રસ્ટ,રોટરી અને લાયન્સ બ્લડ બેન્ક, પ્રોજેકટના ચેરમેન કેતન પટેલ,વીઆઇએના માજી પ્રમુખ પ્રકાશ ભદ્રા, કલ્પેશ વોરા અને રોટરી ટીમ દ્વારા આ પ્રોજેકટથી લોહીની અછતનો પ્રશ્ન ઊભો થયો નથી.

પ્રોજેક્ટમાં બેસ્ટ કામગીરીના એવોર્ડ મળ્યાં
બ્લડ બેન્કોમાં લોહીની અછત ન રહે તે માટે વાનથી રકત એકત્ર કરે છે. કોરોનામાં બ્લડની તંગી ઊભી થવા દીધી ન હતી. જેથી તંત્ર દ્વારા પણ બેસ્ટ કામગીરીનોે રોટરી કલબ ઓફ વાપીને એવોર્ડ અપાયો હતો. મોબાઇલ વાન સમગ્ર જિલ્લામાં ફરી સ્થળ પર રકતદાનનું આયોજન કરવામા આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...