ગૌરવ:વાપીના 13 વિદ્યાર્થીઓ હવે રાષ્ટ્રીય કક્ષાની ગ્રેપલિંગ સ્પર્ધામાં ભાગ લેશે

વાપી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં રાજય કક્ષાની સ્પર્ધામાં 10 ગોલ્ડ, 3 સિલ્વર મેડલ મેળવ્યાં

નવસારી ખાતે રાજય કક્ષાની અને ઓલમ્પિકમાં રમાતી ગ્રેપલિંગ રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રેપલિંગ સ્પર્ધામાં ગુજરાતમાંથી જિલ્લાની શાળાની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં વાપીની સારસ્વત ઇન્ટરનેશનલ એકડમીના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ભાગ લઇ સફળતા મેળવી છે.

આ વિદ્યાર્થીઓ હવે રાષ્ટ્રીય કક્ષાની રમતમાં પોતાનું અને શાળાનું નામ નોંધાવ્યું છે. જેમાં પટેલનિધિ ગોલ્ડ મેડલ 34 કિ.ગ્રા.,પટેલ હિમાની ગોલ્ડ મેડલ 48 કિ.ગ્રા,દોશી ધ્રુવી ગોલ્ડ મેડલ 40 કિ.ગ્રા. ,પટેલ જિનલ ગોલ્ડ મેડલ 48 કિ.ગ્રા.ભાલોડિયા ક્રિશા ગોલ્ડ મેડલ 80 કિ.ગ્રા. પટેલ સલોની ગોલ્ડ મેડલ 44 કિ.ગ્રા. ,શુક્લા પ્રબલ ગોલ્ડ મેડલ 43 કિ.ગ્રા. પટેલ હેત ગોલ્ડ મેડલ 76 કિ.ગ્રા. ઝાલાવાડિયા રાજવીર ગોલ્ડ મેડલ 76કિ.ગ્રા.સવાની ઝીલ ગોલ્ડ મેડલ 110 કિ.ગ્રા. પટેલ સ્નેહલ સિલ્વર મેડલ 44 કિ.ગ્રા.,પટેલ યસ્વી સિલ્વર મેડલ 34 ડિગ્રા,પારેખિયા કિશીલ સિલ્વર મેડલ 59 કિ.ગ્રા.નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...