કાર્યવાહી:વાપી વાયબ્રન્ટ માર્કેટમાં જુગાર રમતા 12 વેપારીઓ ઝડપાયા, 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી કરાઇ

વાપી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

એલસીબીની ટીમે મંગળવારે મળેલી બાતમીના આધારે વાપી યુપીએલ બ્રીજ પાસે આવેલ વાયબ્રન્ટ શાકભાજી માર્કેટના ગાલા નં. એ-10ના પહેલા માળે ઓફિસમાં રેઇડ કરતા 10 આરોપીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.10,740 તથા દાવ પરના રૂ.4000 મળી કુલ રૂ.14740 અને મોબાઇલ નંગ-12 કિં.રૂ.51000 તથા વાહન નંગ-4 કિં.રૂ.1,40,000 મળી કુલ રૂ.2,05,740નો મુદ્દામાલ કબજે લઇ દુકાન માલિક શૈલેષ સર્વદેવ જયસ્વાલને વોન્ટેડ જાહેર કરાયો છે.

આ વેપારીઓ જુગારમાં ઝડપાયા
અનંતરામ લક્ષ્મીપ્રસાદ કુશ્વાહા રહે.શ્રીકાન્ત બિહારીની ચાલીમાં, લાખન રામપ્રસાદ પાલ રહે.જમાલની ચાલીમાં, અજીત રાજનારાયણ સીંગ જીઆઇડીસી, રાકેશ નોમન પ્રજાપતિ રહે.રાધે જયસ્વાલની ચાલીમાં, વિજય રામજતન જયસ્વાલ રહે.મચ્છી માર્કેટ, સંતોષ જયપ્રકાશ જયસ્વાલ રહે.જયપ્રકાશની ચાલીમાં, મનીષ રાજેન્દ્રપ્રસાદ જયસ્વાલ રહે.ભૈરવ એપાર્ટમેન્ટ, વિવેક મહેન્દ્રપ્રતાપ સિંગ રહે.પ્રાઇડ રેસીડેન્સી, સોનુ રામનંદ મદેશીયા રહે.સિલ્વર પોઇન્ટ, રાજ રમાકાન્ત જયસ્વાલ રહે.સાહીલ હોટલની બાજુમાં, અવધકિશોર દશરથ પાલ રહે.જીઆઇડીસી તથા એક બાળકિશોર

અન્ય સમાચારો પણ છે...