તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાનગીકરણની અસર:જિલ્લામાં 2 વર્ષમાં શિક્ષિત બેરોજગાર 11114, સરકારી નોકરી એક પણ યુવાનને મળી શકી નથી

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે વર્ષમાં 35546 લોકોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી મળી
 • સીધી ભરતીના અભાવે સરકારી નોકરી મળતી નથી

વલસાડ જિલ્લામાં દર વર્ષે શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી રહી છે.જેની સામે સરકારી ભરતીમાં યુવાનોને સરકારી નોકરી મળતી નથી. જેના કારણે મોટી વિસંગતતા ઊભી થઇ રહી છે. બે વર્ષમાં શિક્ષિત અને અર્ધશિક્ષિત સાથે કુલ 11114 બેરોજગાર છે.જયારે છેલ્લા બે વર્ષમાં એક પણ સરકારી ભરતીમાં કોઇને નોકરી મળી નથી. સરકારે કોન્ટ્રાકટ બેઇઝ ભરતીની સિસ્ટમ અપનાવતાં આ સ્થિતિ ઊદભવી છે. ઉદ્યોગોના કારણે બે વર્ષમાં 35546 લોકોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી મળી છે.રાજયમાં અન્ય જિલ્લાની તુલનાએ વલસાડ જિલ્લામાં શિક્ષિત યુવાનોનું પ્રમાણ વધુ છે.

જેમને વાપી,સરીગામ,ઉમરગામ સહિતના વિસ્તારોમાં જીઆઇડીસી હોવાથી રોજગારીની તક રહે છે,પરંતુ સરકારી નોકરી મળવવાની સંભાવના નહિવત રહે છે. તાજેતરમાં રાજય સરકારે રજુ કરેલા આંકડાની સ્થિતિ મુજબ વલસાડ જિલ્લામાં શિક્ષિત બેરોજગારની સંખ્યા વધુ છે. છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં શિક્ષિત બેરોજગાર 10748 છે. જયારે અર્ધશિક્ષિત બેરોજગાર 366 છે. કુલ શિક્ષિત-અર્ધશિક્ષિત બેરોજગારની સંખ્યા 11114 પર પહોચી છે. શિક્ષિત બેરોજગારની સંખ્યા સામે બે વર્ષમાં સરકારી નોકરી એક પણને મળી નથી.

ખાનગી એજન્સીને જવાબદારી સોપાતા કોન્ટ્રાકટ બેઇઝ ભરતી થવાથી સરકારમાં સીધી ભરતી થતી નથી. પરિણામે શિક્ષિત યુવાનોએ સરકારી નોકરીની જગ્યાએ કંપનીઓમાં કે નવા ધંધા તરફ પ્રયાણ કરવું પડે છે. બીજી તરફ બે વર્ષમાં 35546 લોકોને ખાનગી ક્ષેત્રમાં રોજગારી મળી છે. જિલ્લામાં ઉદ્યોગોની સંખ્યા વધુ હોવાથી યુવાનોને ફાયદો થઇ રહ્યો છે. સરકાર દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી મળે તે માટે ભરતી મેળા યોજવામાં આવી રહ્યા છે, પરંતુ જેમાં કંપનીઓમાં યુવાનોને ટ્રેનિંગ આપ્યા બાદ નોકરી મળતી હોય છે.

એપ્રેન્ટીસ ભરતીમાં લક્ષ્યાંક પૂર્ણ કરવા ઔપચારિક કામગીરી
સરકારે એપ્રેન્ટીસ ભરતીના માધ્યમથી યુવાનોને રોજગારી મળી રહી છે,પરંતુ કેટલાક એકમોમાં જુના કર્મચારીઓના નામ જ એપ્રેન્ટીસ ભરતીમાં દર્શાવામાં આવે છે. સુત્રોના જણાવ્યાં મુજબ કંપનીને આપેલો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે જુના કામદારોને પણ ફ્રેશ બતાવામાં આવે છે. જેનું મુખ્ય કારણ ખાનગી ક્ષેત્રમાં વધુ રોજગારી મળી રહી હોવાનો અહેસાસ થાય છે, પરંતુ ધીમે-ધીમે આ એપ્રેન્ટીસ ભરતીમાં લક્ષ્યાંક પૂર્ણ કરવા ઔપચારિક કામગીરી થતી હોવાનું બહાર આવી રહ્યું છે.

સરકારીની ભરતી હવે એજન્સી મારફતે થાય છે
વિધાનસભમાં રજુ થયેલા આ આંકડા સાચા છે. વલસાડ,ધરમપુર સહિચત ત્રણ ઓફિસના આ આંકડા છે. પરંતુ સરકારમાં હવે એજન્સી મારફતે ભરતી થાય છે. સરકારી સીધી ભરતી બે વર્ષમાં થઇ નથી. જિલ્લામાં ઉદ્યોગો હોવાથી ખાનગી ક્ષેત્રે સૌથી વધારે ઉમેદવારોને રોજગારી મળી રહી છે.>ડી.બી.ગાંધી, એમ્પલોયમેન્ટ ઓફિસર ,વલસાડ જિલ્લા

સ્થાનિક સરકારી કચેરીમાં સીધી ભરતી કરવામાં આવવી જોઇએ
​​​​​​​સરકારની સીધી ભરતીમાં યુવાનોને નોકરી ન મળતા ખાનગી કંપનીનો સહારો લેવામાં આવી રહ્યો છે. બેરોજગાર યુવાનોના મતે પાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિતની સરકારી કચેરીમાં સ્થાનિક કક્ષાએ ભરતીની પ્રક્રિયા સીધી કરવામાં આવે તો સ્થાનિક યુવાનોને નોકરી મળી શકે તેમ છે. સરકારે માગ સંતોષવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો