રાજકારણ:વાપી નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ સંગઠન પાસેથી બે દિવસમાં 110 ફોર્મ ગયા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 નવેમ્બરે નિરીક્ષકો સેન્સ લેવા વાપી આવશે, 8 નવેમ્બરથી રાજકીય માહોલ ગરમાશે

વાપી પાલિકાની 28 નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે ભાજપમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. શહેર ભાજપ સંગઠન પાસેથી દાવેદારી માટે માત્ર બે દિવસમાં 110 ફોર્મ ભાજપના કાર્યકર્તાઓ લઇ ગયાં છે. એટલે કે ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાઠી નિકળ્યો છે. 7 નવેમ્બરે વાપી ગુંજનના એમએલએ કાર્યાલય ખાતે ત્રણ પ્રભારીની નિરીક્ષકોની ટીમ દાવેદારોને સાંભળશે. જો કે ટિકિટ મેળવવા કેટલાક ઉમેદવારો પ્રદેશ ભાજપથી લઇ મંત્રીઓ સુધી લોબિંગ કરી રહ્યાં હોવાની માહિતી મળી રહી છે.

વાપી પાલિકાની ચૂંટણી 28 નવેમ્બરે તથા 30 નવેમ્બરે મતદાનની પ્રક્રિયા યોજાનાર છે. ચૂંટણી માટે ભાજપમાં ઉમેદવારોની સંખ્યા વધારે છે. છેલ્લા બે દિવસથી ભાજપ સંગઠન પાસે દાવેદારીના ફોર્મ લેવા કાર્યકરોનો ઘસારો વધ્યો છે. બે દિવસમાં 110થી વધુ દાવેદારો ફોર્મ લઇ ગયાં હતાં. 6 નવેમ્બર સુધી હજુ ભાજપના કાર્યકરો દાવેદારી નોંધાવી શકશે. 7 નવેમ્બરે પ્રભારી મંત્રી નરેશભાઇ પટેલ, પ્રભારી શિતલબેન સોની અને મધુભાઇકથારિયા વાપી ગુંજન સ્થિત પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇના કાર્યાલય ખાતે દાવેદારોને નિરીક્ષકો સાંભળશે.

જેને લઇ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સુકતાનો માહોલ વધી રહ્યો છે. ટિકિટ મેળવવા કેટલાક ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. પ્રદેશ ભાજપના હોદ્ેદારો,વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના હોદેદારો તથા કેબિનેટ મંત્રીઓ સુધી દાવેદારો ભલામણ કરી રહ્યાં છે.આમ નિરીક્ષકોની ટીમના ધારા બાદ ભાજપમાં રાજકીય માહોલ વધુ ગરમાશે એવું લાગી રહ્યુ છે. દરેક વોર્ડમાં દાવેદારોનો રાફડો ફાટી નિકળ્યો છે. જેથી કયા ઉમેદવારોની પસંદગી થશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...