કોરોના બેકાબૂ:દાનહમાં નવા 11 જ્યારે દમણમાં 7 કેસ નોંધાયા

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં કુલ આંકડો 2037 થયો

સંઘપ્રદેશ દાનહમાં ગુરૂવારે કોરોના પોઝિટિવના નવા 11 કેસ નોંધાતા આંકડો 1054 પર પહોંચ્યો છે. જ્યારે દમણ જિલ્લામાં વધુ 7 કેસ નોંધાયા છે જ્યારે 17 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. પ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 2073 કેસ નોંધાયા છે. દાનહમાં 1054 કોરોના પોઝિટિવના કેસો થયા છે,જેમાથી 186કેસો સક્રિય છે અને 868 કેસો રીકવર થયા છે. દાનહમાં 5 કેસ ઇનફ્લુએન્ઝા પેશન્ટ છે. 5 કોરોના પોઝીટીવ હાઈરીસ્ક કોન્ટેકટમાં આવેલ છે. 01 પોઝીટીવ કેસ રેન્ડમ સ્કેનીંગમાં મળી આવ્યા છે. દમણમાં ગુરૂવારે 17 દર્દીને ડિસ્ચાર્જ કરાતા અત્યાર સુધીમાં 889 દર્દીઓ રીકવર થયા છે. દાનહમાં નવા 9 કન્ટેનમેન્ટ ઝોન નકકી કરાયા છે. સંઘપ્રદેશમાં અત્યાર સુધીમાં બંને પ્રદેશમાં માત્ર 1-1 મોત થઇ ચૂક્યા છે. જ્યારે મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઇ પહોંચ્યા છે. બંને પ્રદેશમાં કેસમાં ઘટાડો થતા હવે કન્ટેમેન્ટ ઝોન પણ ઘટ્યા છે.

અન્ય સમાચારો પણ છે...