કામગીરી:દમણના મોલ મૂન સ્ટાર હાઉસ ઓફ ફેશન-ફૂટવેરમાંથી 11 કરોડની કરચોરી, શુક્રવારે રાત્રે GSTની ટીમે સર્ચ હાથ ધર્યું હતું

વાપી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લકઝરિયસ આઇટમના બિલો રજૂ કરાયા ન હતા

દમણના સીફેઝ માર્ગ ઉપર આવેલી અને વિદેશી આઇટમનું વેચાણ કરતી મૂન સ્ટાર હાઉસ ઓફ ફેશન અને ફૂટવેરમાં જીએસટી વિભાગ દ્વારા શુક્રવારે મોડી સાંજે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ દરમિયાન બ્રાન્ડેડ અને મોંધીદાટ વસ્તુની ખરીદી અને વેચાણના કોઇપણ જાતના બિલો મળી આવ્યા ન હતા. આ બંને ફર્મમાંથી અંદાજે 11 કરોડની કરચોરી કરાઇ હોવાની આશંકાએ વધુ તપાસ કરીને બિલ અને અન્ય દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું છે.

સંઘપ્રદેશ દાનહ અને દમણ અને દીવના એડમિનિસ્ટ્રેશનના જીએસટી વિભાગ દ્વારા શુક્રવારે રાત્રિએ મેસર્સ મૂન સ્ટાર હાઉસ ઓફ ફેશન અને મૂન સ્ટાર ફૂટવેર નામક બે દુકાનોના પરિસરમાં જીએસટી દ્વારા કાયદાની જોગવાઈ મુજબ સર્ચ હાથ ધરાયું હતું. નાઝીમા ઝહીર અબ્બાસ મેસર્સ મૂન સ્ટાર હાઉસ ઓફ ફેશનના માલિક છે અને ઝહીર અબ્બાસ ઈસ્માઈલ માંજરા મેસર્સ મૂન સ્ટાર ફૂટવેરના માલિક છે.\n સર્ચ દરમિયાન જાણવા મળ્યું કે, મૂન સ્ટાર હાઉસ ઓફ ફેશન અનરજિસ્ટર્ડ જગ્યા (એટલે કે અન્ય દુકાનમાંથી) અને તે દુકાનમાંથી પણ ધંધો કરે છે. જીએસટી નોંધણી પ્રમાણપત્રમાં વ્યવસાયના વધારાના સ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું ન હતું.

આ જ મોડસ ઓપરેન્ડી મેસર્સ મૂન સ્ટાર ફૂટવેર દ્વારા પણ અપનાવવામાં આવી હતી. ડીલરો વસ્તુઓના વેચાણમાં સામેલ કપડાં, ઘડિયાળો, કોસ્મેટિક વસ્તુઓ, રમકડાં, બેગ, સનગ્લાસ, ફૂટવેર, હેલ્મેટ વગેરે મૂન સ્ટાર હાઉસ ઓફ ફેશનના શોપમાંથી 10 કરોડથી વધુની કિંમતની 11465 વસ્તુઓ મળી હતી જેના કોઇ પુરાવા મળ્યા નથી. આ ઉપરાંત મૂન સ્ટાર ફૂટવેરના પરિસરમાંથી 1 કરોડ 2 લાખ રૂપિયાથી વધુની કિંમતની 4689 વસ્તુઓ બંને કરદાતાઓ ખરીદીના બિલ રજૂ કરી શક્યા ન હતા\n. મોટાભાગની વસ્તુઓ ઘડિયાળો, પગરખાં, અત્તર જેવી ઘણી લક્ઝરીયસ અને બ્રાન્ડેડ વસ્તુઓ પણ મળી આવી હતી. તે પણ બિલ વગરની હતી.

બંને કરદાતાઓ હિસાબની ચોપડીઓ જાળવતા ન હતા. (સેલ્સ રજિસ્ટર, પરચેઝ રજિસ્ટર, સ્ટોક વિગેરે હિસાબની ચોપડીઓ હતી તે પણ રાખવામાં આવી ન હતી. આમ CGST એક્ટ, 2017 ની કલમ 35 નું ઉલ્લંઘન કરવમાં આવ્યું છે. જીએસટી એક્ટની વિવિધ જોગવાઈઓનું ઉલ્લંઘન બંને ડીલરો દ્વારા તમામ જગ્યાઓમાં કરવામાં આવ્યું છે. ડીલરો દ્વારા મોટી કરચોરી કરવામાં આવી હોવાનુ઼ સર્ચમાં બહાર આવ્યું છે. તદનુસાર પેનલ્ટી અને વ્યાજ સહિતની ટેક્સ ડિમાન્ડ તૈયાર કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં ડીલરોને મોકલવામાં આવશે.

છેલ્લા 5 વર્ષમાં કરચોરીની રકમની ગણતરી કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે. ડીલરોને તમામ હિસાબોની ચોપડી જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. 01.07.2017 થી અત્યાર સુધીના સમયગાળા માટે ખરીદી ઇન્વૉઇસ, સ્ટોક રજિસ્ટર, ખરીદી અને વેચાણ રજિસ્ટર, પાર્ટીવાઈઝ લેજર્સની વિગતવાર માહિતી , રિટર્નની ચકાસણી, ઇનપુટ ટેક્સ ક્રેડિટ મિસમેચ ડીલરો દ્વારા સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજોના આધારે કરવામાં આવશે અને ત્યારબાદ ટેક્સની માંગણ એ પ્રમાણે નક્કી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...