પ્રવેશ પ્રક્રિયા:જિલ્લાના 106 બાળક RTE હેઠળ હજુ પ્રવેશથી વંચિત

વાપી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળાઓને વધુ બે દિવસનો સમય આપ્યો

વલસાડ જિલ્લાની શાળાઓમાં આરટીઇ હેઠળ ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની અંતિમ તારીખ 5 મે હતી,પરંતુ જિલ્લાની 106 બાળકોને ખાનગી શાળાઓએ આરટીઇ હેઠળ હજુ પ્રવેશ આપ્યો નથી. જેને લઇ પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ સ્કૂલોને 2 દિવસની મુદ્ત વધારી આપી છે. વાપી-વલસાડ સહિતની કેટલીક નામાંકિત શાળાઓ પ્રવેશ આપવા વાલીઓને ધક્કા ખવડાવતા હોવાની ફરિયદો પણ ઉઠી રહી છે.

વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં હાલ આરટીઇ હેઠળ પ્રવેશ આપવાનો પ્રથમ રાઉન્ડની સમય મર્યાદા 5 મેની હતી.જેમાં 1179 પૈકી 106 બા‌ળકોને હજુ પણ પ્રવેશ ખાનગી શાળામાં મળી શક્યો નથી. નામાંકિત કેટલીક ખાનગી શાળાઓએ ટેકનિકલ કારણો દર્શાવી હજુ સુધી આ બાળકોને પ્રવેશ આપ્યો નથી.

ગુરૂવારે પ્રથમ રાઉન્ડનો છેલ્લો દિવસ હો‌વાથી વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ખાનગી શાળાઓને વધુ બે દિવસનો સમય આપ્યો હતો. જેા કે આરટીઇ હેઠળ બાળકોને પ્રવેશ આપવામાં વાલીઓને ધક્કા ખવડાવામાં આવતાં હોવાની ફરિયાદો શિક્ષણ અધિકારી સુધી પહોંચી હતી. કેટલીક નામાંકિત સ્કૂલોમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયા અટકી છે.

2 મેએ જિલ્લામાં 485 એડમિશન પેન્ડિંગ
વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 2 મેના રોજ તમામ ખાનગી શાળાના આચાર્ય,પ્રમુખ, ટ્રસ્ટીઓને જણાવ્યું હતું કે આરટીઇ હેઠળ પ્રવેશના પ્રથમ રાઉન્ડના પ્રવેશ નિયત કરવા અંગેની સમય મર્યાદા 5 મે છે. વલસાડ જિલ્લાની 485 એડમિશન પેન્ડિંગ છે. અમુક શાળાઓ વાલીને યેનકેન પ્રકારે ધક્કા ખવડાવી પ્રવેશ કાર્યવાહીમાં વિલંબ કરે છે. આ રજૂઅઇાત શિક્ષણ કચેરીમાં આવી છે. જેથી તમામ ખાનગી શાળાઓ પેન્ડિંગ પ્રવેશ અંગેની વાલીઓનો સંપર્ક કરી બાકી રહેલા બાળકોને પ્રવેશ 5 મે પહેલા પૂર્ણ કરવા જણાવામાં આવે છે.

ખાનગી શાળા પ્રવેશની ના પાડે તો અમારો સંપર્ક
આરટીઇ હેઠળ પ્રવેશ અંતગર્ત વાલીઓને ધક્કા ખવડાવતાં હોવાની ફરિયાદો ઉકેલી દેવામાં આવી છે. હવે 106 બાળકોનો પ્રવેશ બાકી છે. જેમને બે દિવસમાં પ્રવેશ મળી જશે. આમ છતાં કોઇ ખાનગી શાળા પ્રવેશ માટે ના પાડે કે ધક્કા ખ‌વડાવે તો પ્રા.શિક્ષણ કચેરીનો સીધો સંપર્ક કરવો જોઇએ.-બી.બી.બારિયા જિલ્લા પ્રા. શિક્ષણ અધિકારી વલસાડ

અન્ય સમાચારો પણ છે...