તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:પારડી વૈકુઠધામ સ્મશાનને અદ્યતન બનાવવા 10 લાખની સહાય મળશે

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારની યોજનામાંથી નાણા મેળવવાના પ્રયાસો તેજ થયા

પારડી વૈકુઠધામને અઘત્તન બનાવવા પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ દ્વારા સરકારમાંથી રૂ.10 લાખની ગ્રાન્ટ ફાળવાઇ તેવા પ્રયાસો થઇ રહ્યાં હોવાની માહિતી મળી રહી છે. કોરોના કાળમાં વૈકુઠધામમાં ભારણ વધુ હતું. જેથી હવે નવા સ્મશાન (વિશિષ્ઠ પ્રકારની ભઠ્ઠી)માટે અંદાજીત રૂ.16 લાખની જરૂરિયાત છે. અત્યાર સુધીમાં 5થી 6 લાખનું દાન આવ્યુ છે. પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇના પ્રયોસાના કારણે સરકારમાંથી રૂ.10 લાખની સહાય મળે તો સ્મશાનની કામગીરી ઝડપથી પૂર્ણ થઇ શકે છે.

પ્રાયોજના વહીવટરદારને લેટર લખી ટીએસપી ફંડમાંથી નાણા ફાળવવા અંગેની તમામ પ્રક્રિયા થઇ ચુકી હોવાની માહિતી મળી રહી છે. અગાઉ પારડી સ્મશાનમાં ગેસની સુવિધા માટે પારડી ધારાસભ્યએ પાલિકાને ભલામણ કરી હતી. આમ પારડી સ્મશાનને અદ્યતન બનાવવા લોકોએ નાના-મોટા દાનો આપ્યા બાદ હવે સરકારમાંથી મોટી રકમ આવે તો સ્મશાનની કામગીરી આગ‌ળ વધી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...