10 ફૂટ લાંબો અજગર દેખાયો:વાપી દમણગંગા નદી કિનારેથી 10 ફૂટનો અજગર રેસ્ક્યુ કરાયો

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીમ દ્વારા નજીકના વન્ય ક્ષેત્રમાં છોડી દેવામાં આવ્યો

વાપી દમણગંગા નદી કિનારે આવેલ રામદેવ ધાબા પાસેથી 10 ફૂટ લાંબો અને 25 કિલો વજન ધરાવતો અજગર રેસ્કયું કરવામાં આવ્યો હતો. શનિવારે રાત્રે દસ વાગે રેસ્ક્યુ ટીમના વર્ધમાન શાહને કોલ આવ્યો કે એક ખૂબ જ મોટો સાંપ દમણગંગા નદી કિનારે આવેલ રામદેવ ધાબા હોટેલ પાસે આવી ચઢેલ છે. જેને જોવા લોકોની ભીડ ભેગી થઈ ગઈ છે.

સાપ હાઇવેની એકદમ નજીક હોવાથી રોડ ઉપર ચઢતા અકસ્માત થવાની સંભાવના બની શકે છે. વર્ધમાન શાહ દ્વારા સ્થળે પહોંચી જોતા આશરે 10 ફૂટ લાંબો અને 25 કિલો વજન ધરાવતો અજગરને સુનીલ પટેલ અને અન્ય લોકો સાથે મળી રેસ્ક્યુ કરી લેવાયો હતો. વિશાળકાય અજગરને જોવા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. બનાવની જાણ વનવિભાગને કરી નજીકના વન્ય ક્ષેત્રે છોડી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...