તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોટાપોંઢા દુકાનમાંથી 2.71 લાખના ગોળ અને નવસાર સાથે 1 ઝડપાયો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોળનો આરોપી - Divya Bhaskar
ગોળનો આરોપી
  • વેપારી ગેરકાયદે ધંધો કરતો, એક ટેમ્પો પણ કબજે

જિલ્લા એલસીબીએ મોટાપોંઢા બજાર સ્થિત એક કિરાણાની દુકાનમાંથી ગેરકાયદે 2.71 લાખના અખાધ્ય ગોળ અને નવસાર સાથે આરોપી વેપારીની ધરપકડ કરી છે. તે સાથે મોબાઇલ અને એક ટેમ્પો પણ કબજે કરી આગળની તપાસ પારડી પોલીસને સોંપવામાં આવી છે.

એલસીબી પીઆઇ જે.એન.ગોસ્વામી તેમની ટીમ સાથે શનિવારે મોટાપોંઢા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન હે.કો. વિક્રમ મનુભાઇને મળેલી બાતમીના આધારે મોટાપોંઢા ઝંડાચોક પારસ કિરાણા સ્ટોરમાં એફએસએલની ટીમને લઇ પહોંચી.

તપાસ કરતા દુકાનના ગોડાઉનમાંથી અખાધ્ય કાળો, રાતો, ફુગવાળો, ગોળ દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાય તેવા બોક્ષ નંગ-160 કિં.રૂ.3200, ભેલી-ચાકા કિં.રૂ.1,08,800 તથા છ નવસારના બોક્ષ નંગ -55 કિં.રૂ.15,220 તેમજ ઢીલો, રસીવાળો અખાધ્ય ગોળ, રસયુક્ત ગોળ સહિત મોબાઇલ મળી કુલ રૂ.1,32,900ના મુદ્દામાલ સાથે આરોપી પારસ સુવાલાલ કુમાવત રહે.મોટાપોંઢા ઝંડાચોક મુળ રાજસ્થાન ની ધરપકડ કરી ગોળ આપનાર હિતેશ રહે.છીપવાડ વલસાડ તથા શંકર રહે.સુખાલા કપરાડા તેમજ નવસારનો જથ્થો આપનાર જગદીશ રહે.તલાસરી મહારાષ્ટ્ર ને વોન્ટેડ જાહેર કરી આરોપી સામે પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...