અકસ્માત:ફણસામાં કારે 2 બાઇકને અડફેટે લેતા 4 પૈકી 1નું મોત

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દમણથી બર્થ-ડે ઉજવી પરત થતા બનાવ

મરોલી કોળીવાડ લાલા ફળિયામાં રહેતા કેનીલકુમાર રજનીકાંત પટેલ વાપી વર્ટીલસ કંપનીમાં કેમિકલ એન્જીનીયર તરીકે નોકરી કરે છે. સોમવારે વીક ઓફ હોય અને મામાની છોકરી પ્રાંગનીબેનનો જન્મ દિવસ હોય એક્ટીવા ઉપર પ્રાંગનીબેન અને તેનો ભાઇ પ્રજવલની બાઇક ઉપર માસીનો છોકરો રૂપિનભાઇ તથા માસીનો છોકરો પાર્થીવની બાઇક ઉપર માસીની છોકરી હેમાંગીબેન સાથે ત્રણેય લોકો ડબલ સીટ દમણ જમ્પોર જવા માટે નીકળ્યા હતા.

જ્યાંથી રાત્રિના 11 વાગે પરત ફરતી વખતે ફણસા ટાટાવાડી કોસ્ટલ હાઇવેથી પસાર થતી વેળા દમણ તરફ જતી એક લાલ ફોર વ્હીલરનો ચાલક પૂરઝડપે ગફલતભરી રીતે ગાડી હંકારી લાવતા પાર્થીવભાઇ તથા પ્રજવલભાઇની બાઇકને અડફેટમાં લેતા બંને ચાલક અને પાછળ બેસેલ રૂપિન અને હેમાંગીબેન સાથે નીચે પટકાયા હતા. જેથી સંબંધીઓને તાત્કાલિક બોલાવી ચારેયને સારવાર માટે વાપીની હોસ્પિટલમાં લાવી દાખલ કરતા પાર્થીવભાઇ જીતેન્દ્રભાઇ પટેલ રહે.ફણસા તળાવ ફળિયાને તબીબે મૃત જાહેર કર્યો હતો. જેથી બ્રેજા કાર નં.ડીડી-03-જે-2265ના ચાલક સામે ફરિયાદ નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...