અકસ્માત:બગવાડામાં ડિવાઇડર કૂદી કાર બીજા ટ્રેક પર અથડાતા 1નું મોત

વાપી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 મહિલા સહિત ચાલક અને અન્ય પેસેંજરનેગંભીર ઇજા

બગવાડામાં મુંબઇ તરફથી પુર ઝડપે આવતી કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર કૂદાવી સામેના ટ્રેક પર ઇકો કાર સાથે અથડાતા સર્જાયાલે અકસ્માતમાં ઇકો કારમાં સવાર ત્રણ મહિલા પૈકી એકનું મોત નીપજ્યુ હતું જ્યારે 2 મહિલા,એક યુવક અને ચાલકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.

ધરમપુરના વીરવલ દેસાઇ ફળિયા ખાતે રહેતા અને દમણ ડાભેલ ખાતે આવેલ પોલીશ શેટ પ્લાસ્ટિક પ્રા.લી.કંપનીમાં ઇકો કાર ચલાવી ઘર ગુજરાન ચલાવતા હિરેન ભગુબાઇ પટેલે બુધવારે પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, સવારે સાડા છ વાગે તેઓ ધરમપુરથી મીરાબેન, મીનાબેન અને સોનલબેન તેમજ મેહુલભાઇ શાંતિલાલ પટેલને પોતાની ઇકો કાર નં.જીજે-15-સીએ-9337મ ાં બેસાડી ડાભેલની કંપનીમાં પહોંચાડવા નીકળ્યા હતા. તે દરમિયાન પોણા આઠ વાગે બગવાડા ટોલનાકાની આગળ શુભમ રેસીડેન્સીની સામે વલસાડથી વાપી તરફ જતા માર્ગ ઉપરથી પસાર થતી વખતે મુંબઇથી વલસાડ તરફ આવી રહેલ ફોર વ્હીલનો ચાલક પોતાનું વાહન પૂરઝડપે હંકારી લાવી ડિવાઇડર કુદાવી દઇ ઇકોની જમણી બાજુમાં વચ્ચેના ભાગે જોરથી ટક્કર મારી ઍક્સિડન્ટ કરતા મીરાબેન, મીનાબેન અને સોનલબેન તથા મેહુલ ભાઇને સ્થાનીકોએ ગાડીમાંથી બહાર કાઢ્યા હતા.

તમામ લોકોને ઇજા થતા તેઓ લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. તપાસમાં હ્યુન્ડાઇ વરના કાર નં.એમએચ-04-કેડી-9688 નો ચાલક યશપાલ કાંતી જૈન રહે.મુંબઇ ભાયંદર વેસ્ટ નો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં મીરાબેન ભરતભાઇ પટેલ ઉ.વ.40 રહે.મરગમાળ રામકુંડ ફળિયા ધરમપુરનું સારવાદ દરમિયાન મોત થઇ જતા આરોપી કારચાલક સામે પારડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...