અકસ્માત:તંબાડીમાં કારચાલકે બાઇકને ઉડાવતા 1નું મોત, 1 ગંભીર

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વાપીના છીરી ખાતે ધનલક્ષ્મી બિલ્ડીંગમાં રહેતા યોગેશ જયપ્રકાશ સીંગ તેના મિત્ર ઉમાકાંત જય મહતો રહે.ચણોદ કોલોની પ્રાર્થભૂમિ સોસાયટી સાથે મળી વાપી જીઆઇડીસી ફોર્થ ફેસમાં જય પેપર ટ્યુબના નામે કંપની ચલાવતા હતા. સોમવારે બંને પાર્ટનર હોન્ડા સાઇન ઉપર સેલવાસના ડોકમરડી ખાતે કામ અર્થે ગયા હતા. જ્યાંથી રાત્રિના સમયે પરત આવતી વખતે નાની તંબાડી ચારરસ્તા પાસે પહોંચતા એક ઇનોવા કારના ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારતા બંને રસ્તા ઉપર ફેંકાઇ ગયા હતા.

જેથી 108ની મદદે બંને સેલવાસ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબે યોગેશને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ઉમાકાંતને માથા-પગમાં ગંભીર ઇજા હોવાથી દાખલ કરાયો હતો. બનાવ બાદ કાર છોડીને ભાગી ગયેલા ચાલકને વોન્ટેડ જાહેર કરી ડુંગરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...