અકસ્માત:ડુંગરામાં ટેમ્પોએ બાઇકને અડફેટે 1નું મોત, 1ને ઇજા

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવક મોતને ભેંટતા જ મિત્ર તેને છોડીને જતો રહ્યો

ડુંગરા ખાતે એક ટેમ્પોએ બાઇકને પાછળથી ટક્કર મારતા પાછળ બેસેલા યુવકનું મોત થયું હતું. જ્યારે ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી અને અકસ્માત બનતા જ તે મિત્રને છોડીને ત્યાંથી નીકળી ગયો હતો. વાપીના ડુંગરા ખાતે રાજસ્થાન ભવનની બાજુમાં મેમુ એપાર્ટમેન્ટમાં રહેતા પરમિલાબેન ચૌહાણ સફાઇ કામ કરી ગુજરાન ચલાવે છે.

સોમવારે રાત્રે તેમનો 19 વર્ષીય પુત્ર સમીત સોમપાલ ચૌહાણએ જણાવેલ કે, તુ જમવાનુ બનાવ હું મારા કપડા ફીટીંગ કરાવી આવું છું તેમ કહી કપડા લઇને નીકળી ગયો હતો. રાતના 10 વાગે સમીતના ફોનથી કોઇએ માતાને જણાવેલ કે, આ નંબર વાળા ભાઇનું બ્રહ્મદેવ મંદિર પાસે એક્સિડેન્ટ થયું છે.

જેથી તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઇ જોતા સમીત મૃત હાલતમાં મળી આવ્યો હતો. ત્યાં ઉભા વ્યક્તિઓએ જણાવેલ કે, મૃતક તેના મિત્ર સાથે બાઇક ઉપર હતો ત્યારે ટેમ્પોના ચાલકે તેમની બાઇકને પાછળથી ટક્કર મારતા બંને પડી ગયા હતા. જેમાં 108 વાળાએ પાછળ બેસેલા સમીતને મૃત જાહેર કર્યો હતો. જ્યારે તેનો મિત્ર સાકીર અકસ્માત થતા જ સામાન્ય ઇજા થતા ત્યાંથી નીકળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...