તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દામાલ કબજે:વાપીમાં ગેરકાયદે ગેસ રીફીલીંગમાં 1ની ધરપકડ, 4,100નો મુદ્દામાલ કબજે કરાયો

વાપી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાપીના ભડકમોરા વિસ્તારમાં ગેરકાયદે ગેસ રીફીલીંગ કરનારા દુકાનદારની ધરપકડ કરી તેની પાસેથી રૂ.4100નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી. એસઓજીની ટીમે શનિવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે ભડકમોરા મોટી સુલપડ મેઇન રોડ પાસે એક દુકાનમાં ગેરકાયદે મોટા રાંધણ ગેસના સિલીન્ડરમાંથી બીજા નાના ગેસના સિલીન્ડરમાં ગેસનું રીફીલીંગ કરી ઉંચા ભાવે ગ્રાહકોને વેચાણ કરનારા દુકાનદાર મીત દિનેશ કોળી પટેલ રહે.મોટી સુલપડની ધરપકડ કરી હતી.

રાંધણ ગેસના સિલીન્ડરો સરકારના નિયંત્રણ હેઠળ નિર્દિષ્ટ કરેલા આવશ્યક ચીજવસ્તુ સંગ્રહ કરી આર્થિક ફાયદા માટે અનઅધિકૃત ગેસ રીફીલીંગ કરતા એચપી ગેસનો મોટો તથા ખાલી સિલીન્ડર, વજનકાંટો અને પાઇપ મળી કુલ રૂ.4,100નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ વાપી ટાઉન પોલીસને સોંપાઇ હતી. વાપી ભડકમોરા વિસ્તારમાં આગળ પણ ગેરકાયદે રિફીલીંગમાં ઝડપાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો