તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ઉમરગામના નારગોલમાં યુવકનું દરિયામાં ડૂબી જતાં મોત, મૃતકના ત્રણ મહિના પહેલા લગ્ન થયા હતા

ઉમરગામ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મહાશિવરાત્રીના દિવસે નારગોલના દરિયામાં મિત્રો સાથે નાહવા ગયેલો આશાસ્પદ યુવાન ડુબી જતાં મોત થયાની ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.ઉમરગામ તાલુકાના નારગોલ ગામના બારિયાવાડનો યુવાન મિહિર ઈશ્વરભાઈ બારીયા ઉંમર વર્ષ 26 મહાશિવરાત્રીના દિવસે બોપોરે પોતાના મિત્રો સાથે નારગોલ ચોર તલાવડી વિસ્તારના દરિયાકિનારે નાહવા ગયો હતો તે દરમિયાન ત્રણેક વાગ્યાના સુમારે દરિયાના ઊંડા પાણીમાં ડૂબી જતા તેનું મોત નિપજ્યુ હતું. આ બનાવ સંદર્ભે નારગોલ મરીન પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક યુવાનના લગ્ન ત્રણ મહિના પહેલા થયા હતા. અચાનક બનેલી આ ઘટનાબાદ મૃતકના પરિવાર, સમાજ અને સમગ્ર ગામમાં ભારે દુખની લાગણી પ્રસરી ગઈ છે. મરીન પોલીસે આ ઘટનામાં મૃતક યુવકની લાશને પીએમ માટે રવાના કરી ખરેખર ઘટનામાં શું બન્યું તે જાણવા માટે મૃતક યુવકની સાથે નાહવા ગયેલા તેના સાથી મિત્રોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...