તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશિયલ નેટવર્કિંગ સાઇટથી સાવધાન!:સ્નેપચેટથી મિત્રતા કેળવી ઉમરગામના સંજાણની 14 વર્ષીય સગીરાને ઘરે બોલાવી લઘુમતી કોમના યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું

ઉમરગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીની તસવીર. - Divya Bhaskar
આરોપીની તસવીર.
  • ફરાર થતા પૂર્વે પોલીસે આરોપીને સંજાણથી ઝડપી લીધો, પીડિતાનું કાઉન્સેલિંગ કરાયું

ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે એક ચાલીમાં રહેતા એક લઘુમતિ કોમના યુવકે માત્ર 14 વર્ષીય સગીરા સાથે સ્નેપચેટ પર વાતો કરીને મિત્રતા કેળવી હતી. રવિવારે યુવકે મિત્રતાના નાતે સગીરાને પોતાની રૂમ પર બોલાવીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. સગીરાએ કોઇપણ જાતના ડર રાખ્યા વિના બનાવ અંગે તમામ હકીકત પરિવારને જાણ કરતાં તાત્કાલિક ઉમરગામ પોલીસે ગુનો નોંધીને આરોપી ફરાર થાય એ પૂર્વે જ ઝડપી લીધો હતો, જ્યારે સગીરાનું મેડિકલ ચેક-અપ કરાવ્યા બાદ કાઉન્સેલિંગ કરાયું હતું.

આરોપીએ સગીરાને ઘરે બોલાવી
સંજાણની એક ચાલીમાં રહેતા અને જીઆઇડીસીની પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો 23 વર્ષીય આદિલ નૂરમહંમદ અને આ વિસ્તારમાં જ રહેતી 14 વર્ષીય સગીરા કેટલાક સમયથી મોબાઇલમાં સ્નેપચેટના માધ્યમથી મિત્રતા કેળવીને વાતો કરતાં હતાં. લાંબા સમયથી વાતો કરતા હોવાથી સગીરાને આરોપી આદિલ પર વિશ્વાસ બેસી ગયો હતો. રવિવારે આરોપી આદિલે સગીરાને પોતાની રૂમ પર બોલાવી હતી. સગીરા પણ મિત્ર પર વિશ્વાસ રાખીને તેના રૂમમાં ગઇ હતી. જોકે ત્યાર બાદ આરોપી આદિલની અંદર વાસના જાગ્રત થતાં જ પ્રથમ તેને શારીરિક અડપલાં અને છેડતી કરીને સૃષ્ટિ વિરુદ્ધ કર્યું હતું.

ગણતરીના સમયમાં જ આરોપી ઝડપાયો
સગીરા ખરાબ હાલતમાં તેમના ઘર પહોંચીને કોઇપણ જાતના ડર વિના તેની સાથે બનેલી હકીકત જણાવી હતી. માતા-પિતા સગીરાને લઇને ઉમરગામ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યાં હતાં, જ્યાં ઉમરગામ પોલીસે ગુનો નોંધીને ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારની મદદથી ગણતરીના સમયમાં જ આરોપીને સંજાણથી ઝડપી લીધો હતો.

બાળકો સોશિયલ મીડિયાનો કેવો ઉપયોગ કરે એના પર ધ્યાન રાખો
થોડા સમય અગાઉ એક મિસકોલથી થયેલી વાતચીત બાદ વ્હોટ્સએપ ચેટિંગમાં ચીખલીની વિદ્યાર્થિની તેના મિત્રને મળવા માટે પારડી આવતાં સોશિયલ નેટવર્કિગના માધ્યમથી બનેલા મિત્રએ તેમની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ સંજાણની સગીરાને પણ સોશિયલ નેટવર્કિગના માધ્યમથી ચેટ કરવાનું ભારે પડ્યું છે. આ સંજોગમાં વલસાડ એસપી ડો. રાજદીપસિંહ સોલંકીએ કહ્યું હતું કે ખાસ કરીને 18 વર્ષથી નીચેનાં બાળકો સોશિયલ મીડિયાનો કેવો ઉપયોગ કરે છે, કોની સાથે વાતચીત કરે છે એ બાબતે માતા-પિતાએ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...