તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા પોલિટિક્સ મહાસંગ્રામ 2021:ઉમરગામના વોર્ડ નં. 3માં કરોડોનો ખર્ચ છતાં પાણી યોજના અધૂરી

ઉમરગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત ટર્મમાં રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ અને તળાવોના કામ થયા, પરંતુ હજી કેટલાક ઘરો સુધી પીવાના પાણી માટે નળ જોડાણ મળ્યા નથી
  • 2.25 કરોડના ખર્ચે પાલિકા વિસ્તારમાં LED સ્ટ્રીટ લાઇટ લગાડવાનું કામ ટર્મ પૂરી થઇ જવાના કારણે અધૂરૂ રહી ગયું

ઉમરગામ ટાઉનના પૂર્વ ભાગમાં આવેલા ખાંજણ તેમજ ઉદ્યોગિક વસાહતને અડીને આવેલો વિસ્તાર ધરાવતા પાલિકાના વોર્ડ નંબર 3માં વર્ષોથી અનેક સમસ્યા હતી. વોર્ડમાં ગંદા પાણીના નિકાલ માટેની ગટરના અભાવે ગંદકીથી ખદબદતો હતો. તમામ માર્ગો જર્જરિત હતા પરંતુ ગત ટર્મમાં પાલિકા સભ્ય નટુભાઈ રાઠોડ અને તેમની પેનલે પ્રમુખ રામસબદ હંશરાજ સિંહના નેજામાં અનેક વિકાસ કાર્યા છે.

છેલ્લા પાંચ વર્ષમાં થયેલા કામો

  • આ વિસ્તારમાં આવેલ પીઠા ફળિયા નજીક નવી સ્મશાન ભૂમિનું કામ
  • કાકરિયા મોરા, ગંગાનગર જેવા વિસ્તારમાં 01 કિલોમીટર ગંદા પાણીના નિકાલ માટે ગટર
  • દરેક વિસ્તારમાં પેવાર બ્લોક, ડામર માર્ગ તેમજ સ્ટ્રીટ લાઇટ
  • ડોસલા મહાદેવ મંદિર તરફ પાલિકા દ્વારા પહળો માર્ગ બનાવ્યો

હાલ ચાલી રહેલા અને મંજૂર થયેલા કામો

  • ડમરુવાડી વિસ્તારમાં સંજાણ રોડ થી ઉમરગામ સ્ટેશન રોડ ને જોડતો બાયપાસ રોડ ફોર લેન, સ્ટ્રીટ લાઇટ, ફૂથ પાથ સાથેનું નવીનીકરણ કામ.
  • રૂ. 2.25 કરોડના ખર્ચે પાલિકા વિસ્તારમાં led સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવનાર છે જેમાં આ વોર્ડમાં પણ નવી LED લાઇટ લગાડવામાં આવશે.
  • સોસાયટીઓના કોમન પ્લોટ ખાતે પાલિકા દ્વારા પોકેટ ગાર્ડન નિર્માણ કરી આપવામાં આવશે જેમાં વયો વૃદ્ધ, બાળકો માટેની સુવિધા આપવામાં આવશે

2016ની ચૂંટણીમાં વિજય બનેલા વોર્ડના સભ્યો
નગરપંચાતની વર્ષ 2016ની ચૂંટણીમાં વોર્ડ નંબર-3 ના તમામ સભ્યો ભાજપના વિજય બન્યા હતા જેમાં 01) રામસબદ સિંહ 02) નયનાબેન રાઠોડ 03) મંદાબેન દુબળા, 4) મનીષ રાય

સારો માર્ગ સ્ટ્રીટ લાઇટ અને ગટર બની ગઈ છે
પહેલા કરતાં અમારા વિસ્તારમાં અનેક વિકાસના કામો પાલિકા દ્વારા કરવામાં આવ્યા છે. અમારા ઘર સુધી કાચો માર્ગ હતો હમણાં ખુબજ સારો માર્ગ સ્ટ્રીટ લાઇટ અને ગટર બની ગઈ છે તે પણ ખુબજ ટૂક સામાની અંદર.> મુકેશભાઇ મોહનભાઈ દુબળા, સ્થાનિક નગરજન

​​​​​​​હજી લોકોને ઘરે ઘરે પાણી મળતું નથી
પાલિકા દ્વારા લોકોને ઘરે ઘરે પાણી પહોચાડવા પાણીની યોજના અમલમાં મુકી છે. પરંતુ ધરતી પેટ્રોલ પંપ પાછળ ડમરુ વાડી વિસ્તારમાં હજી લોકોને ઘર ઘર પાણીના નળ કનેકશન મળ્યા નથી. અહીં પાણીની સમસ્યા યથાવત છે.> લતાબેન દુબળા, સ્થાનિક

વોર્ડ નં.3 ના કુલ મતદારો
મહિલા મતદારો : 1521
પુરુષ મતદારો : 2240
કુલ મતદારો : 3761

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો