તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા પોલિટિક્સ મહાસંગ્રામ 2021:સૌથી વધારે શિક્ષિત મતદારો ધરાવતાં ઉમરગામ પાલિકાનો વોર્ડ નં.1 અનેક સમસ્યાથી ઘેરાયેલો

ઉમરગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગતચૂંટણીમાં વોર્ડ નંબર1 માં ભાજપની હાર થઇ હતી, અપક્ષે બાજીમારી હતી
 • જર્જરીત જેટી, બંધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,પાણી જેવા પ્રશ્નોથી રહીશોને હાલાકી

28 ફેબ્રુઆરીએ ઉમરગામ નગરપાલિકાની ચૂંટણી યોજાશે. જેને લઇ પાલિકા વિસ્તારમાં રાજકીય પક્ષો અને સ્વતંત્ર ઉમેદવારો ઉમેદવારી પ્રક્રિયામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છેે. આ ચૂંટણીમાં પૂર્ણ બહુમતી સાથેનું શાસન પ્રાપ્ત કરવા જિલ્લા ભાજપ સંગઠન અને કોંગ્રેસે યોગ્ય ઉમેદવારોની પસંદગીની મથામણ કરી રહ્યું છે. વોર્ડ નં.1 માં સૌથી વધારે શિક્ષિત મતદારો છે. સાથે-સાથે આ વોર્ડ અનેક સમસ્યાથી ઘેરાયેલો પણ છે. ગત ટર્મમાં ચારેય બેઠકો કોંગ્રેસે જીતી હતી. આ ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે સીધો મુકાબલો છે.

પ્રથમ ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી
કોંગ્રેસનું ગઢ ગણાતા વોર્ડ -01 માં પાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી. વર્ષ 2006માં ઉમરગામ ગ્રામ પંચાયત પાલિકા તરીકે જાહેર થયા બાદ ચૂંટણી થઈ હતી. જેતે સમયે સંભવિત બંદર પ્રોજેકટ સામે સ્થાનિક માછીમારો સહિત લોકોનો પ્રચંડ વિરોધ હતો છતા વોર્ડ નં.1 ના ત્રણે ભાજપના ઉમેદવારોની પેનલ ) નુતન બેન તન્ના, શકુંતલા અક્રેકર, અજય માછી વિજય થયા હતા.
વસ્તી
પેરમ ફળિયુ, વાણિયાવાડ, બ્રાહ્મણ ફળિયું, સોની ફળિયું,માંગેલ વાડ વિસ્તારનો સમાવેશ છે .જેમાં કુલ 60% જેટલી માછી અને મંગેલા સમાજના લોકોની વસ્તી છે ત્યારે અન્ય 40% ટકામાં બ્રાહમણ, વૈષ્ણવ, સોની, મુસ્લિમ વોરા જાતિ વગેરેની વસ્તી આવેલી છે.

સમસ્યાઓ
મહત્વના સ્થળો ધરાવતો આ વોર્ડમાં નિયમિત સફાય થતી નથી , નિયમિત પીવાનું પાણી મળતું નથી. માછીમારોની જર્જરિત જેટીનું નવીનીકરણ થયું નથી. બજારમાં ટ્રાફિક સમસ્યા, સ્ટ્રીટ લાઇટની અનિયમિતતા, જૂનું શાકભાજી માર્કેટ, વર્ષો જૂની પોલીસ ચોકીનું નવીનીકરણ થતું નથી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ થતાં છેક 2 કિ.મી સુધી લોકોને જવું પડે છે.

બજારમાં હાઇમસ્ટ લાઇટ લગાવી છે
પાલિકા દ્વારા બજાર વિસ્તારમાં હાઇ મસ્ટ લાઇટો લગાવી છે.જેથી દુકાનદારોએ પોતાની બહાર લાઇટ ચાલુ રાખવાની જરૂર પડતી નથી. આવી અનેક સારી કામગીરી પાલિકાએ કરી છે.>કિરણભાઈ ઇશ્વરભાઇ અડિયા, વેપારી, ઉમરગામ ટાઉન મુખ્ય બજાર

પીવાનું પાણી મળતુ નથી
અમારૂ માંગેલવાડ વોર્ડ નંબર 01 માં આવેલુ છે ,જ્યાં આજે પણ પીવાનું પાણી મળતું નથી, આંતરિક માર્ગો બન્યા ન હોવાથી ઘણી તકલીફ પડી રહી છે. ઘણી બધી સમસ્યાઓ અમારા વોર્ડમાં છે.>અજીત રામચંદ્ર દવણે, સ્થાનિક વોર્ડ નંબર 01

પીવાનું પાણી મળતુ નથી
અમારૂ માંગેલવાડ વોર્ડ નંબર 01 માં આવેલુ છે ,જ્યાં આજે પણ પીવાનું પાણી મળતું નથી, આંતરિક માર્ગો બન્યા ન હોવાથી ઘણી તકલીફ પડી રહી છે. ઘણી બધી સમસ્યાઓ અમારા વોર્ડમાં છે.>અજીત રામચંદ્ર દવણે, સ્થાનિક વોર્ડ નંબર 01

ગત ટર્મમાં પાલિકાએ કરેલા કામો
વર્ષો જૂના મકાનમાં ચાલતી પાલિકા કચેરીના સ્થળે લાખોના ખર્ચે પાલિકાનું આધુનિક નવા મકાન નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે. ગંદા પાણીના નિકાલ માટેની ગટર,વરસાદી પાણીની ગટર, માર્ગ, સ્ટ્રીટ લાઇટની સુવિધા કરાઇ છે.

વર્ષ 2016ની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 ના ભાજપના તમામ ઉમેદવાર હારી ગયા હતા
નવા સીમાંકન મુજબ વર્ષ 2016 માં ઉમરગામ પાલિકાના વોર્ડ દીઠ 04 સભ્યો ચૂંટાયા હતા જેમાં વોર્ડ નંબર 01 માં ભાજપ પક્ષ તરફથી ઉમેદવારી કરેલ તમામ સભ્યો હારી ગયા હતા. અને કોંગ્રેસના તમામ 04 ઉમેદવારો વિજય થયા હતા. ભાજપના ઉમેદવારીની પસંદગી સામે કેટલાક પાયાના કાર્યકર્તાઓની નારાજગીને લય વોર્ડ 01 માં ભાજપને ફટકો પડ્યો હોવાનું મનાય છે જેને લય ભાજપને અપક્ષના સભ્યોને સાથે રાખવાની ફરજ પડી હતી.

વોર્ડ નંબર 01 ના કુલ મતદારો
મહિલા મતદારો 1315
પુરુષ મતદારો 1406
કુલ મતદારો 2721

વોર્ડ નંબર 1 માં મહત્વના સ્થળો
વોર્ડમાં ખુદ પાલિકાની કચેરી, મામલતદાર કચેરી, કોસ્ટ ગાર્ડ કચેરી, મુખ્ય બજાર, ઐતિહાષિક શાળાઓ, પુરાણું ગણપતિ મંદિર, પ્રાચીન કાળભૈરવ મંદિર, માછીમારી માટેની જેટી જેવા મહત્વના સ્થળો આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો