ઉમરગામ તાલુકાના સંજાણ પંથકના તુંબ ગામે આવેલી વારી એનરજિસ લિમિટેડ નામક કંપની દ્વારા છૂપી રીતે ગંદા પાણીનો નિકાલ કરવા માટે કુદરતી પાણીના વહેણમાં ગંદુ પ્રદુષિત પાણી છોડી મૂકવામાં આવી રહિયું છે. બહુધા આદિવાસી વસ્તી ધરાવતા આ ગામમાં સ્થાનિકોની આસ્થા કુદરતી જળાશયો, વૃક્ષો અને પ્રકૃતિ સાથે જોડાયેલો છે.
અંતરિયાળ આ વિસ્તારમાં થોડા વર્ષો પહેલા 10 ગામડા વચ્ચે માંડ એક સરકારી પ્રાથમિક શાળા હતી તાજેતરમાં ફરી એક વખત તુંબ ગામે વેલુપાડા વિસ્તારમાં કુદરતી પાણીના વહેણમાં ગંદુ દુર્ઘન્ધ મારતું પ્રદુષિત પાણી વારી એનરજિસ લિમિટેડ કંપની દારા છોડવામાં આવી રહિયું હોય જેને લઈ સ્થાનિક લોકોને તેમજ આદિવાસી સમુદાયને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જેથી સત્વરે આ બાબતે કડક પગલાં ભરવા ઉમરગામના યુવા અગ્રણી તેમજ જાણીતા એડવોકેટ મિતેશ પટેલે સરકારના વિવિધ વિભાગ સહિત જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે.
આમ ઉમરગામના સંજાણ પંથકના તુંબ ગામે આવેલી વારી એનરજિસ લિમિટેડ કંપની સ્થાનિકો માટે પ્રદૂષણ ફેલાવતી હોવાના કારણે ભારી પડી રહી છે. વારી કંપની દ્વારા કુદરતી પાણીના વહેણમાં પ્રદુષિત પાણી છોડી દેતા સ્થાનિકો પ્રદૂષણથી બેહાલ થઈ રહિયા હોવાની ફરિયાદ સરકારને કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.