તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીક્ષા બેઠક:ઉમરગામ તાલુકા- શહેરમાં વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક

ઉમરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીની અધિકારીને કામોમાં ગુણવત્તા જાળવવા તાકીદ

ઉમરગામ તાલુકા પંથક તેમજ ઉમરગામ શહેર વિસ્તારમાં વિવિધ યોજના અંતર્ગત મંજૂર થયેલા વિકાસ કામો અંગે સમીક્ષા કરવા રાજ્ય મંત્રી રમણ પાટકરના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

તાલુકા પંચાયત કચેરી ખાતે ટી.ડી.ઓ અક્ષય સિંહ રાજપુતની ઉપસ્થિતિમાં 15 માં નાણાપંચ એમએલએ અને એમપી ગ્રાન્ટ તેમજ વિવિધ આવાસ યોજના અંતર્ગત મંજૂર થયેલા આવા સમયે કામગીરી સંદર્ભે સાંજે 4:00 કલાકે ઉમરગામ શહેર વિસ્તારના વિકાસ કામોની સમીક્ષા કરવા બારીયા સમાજ હોલ ખાતે પ્રમુખ ચારુ શિલા બેન પટેલ અને ચીફ ઓફિસર વિપુલ ભાઈ પરમારની ઉપસ્થિતિમાં 18થી વધુ કોર્પોરેટર સાથે બેઠક યોજી વૃક્ષારોપણ કાર્યક્રમ થયેલી કામગીરી પ્રોગ્રામ અંતર્ગત થયેલ કામગીરી તેમજ માર્ગ મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગને લગતા પ્રશ્નો સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આગામી સમયમાં વોર્ડ નંબર ત્રણ માં યોજાનાર પેટા ચૂંટણી સંદર્ભે પણ કેટલાક સૂચનો કર્યા હતાં.

ઉમરગામ શહેર વિસ્તારમાં પેટા આરોગ્ય કેન્દ્ર શરુ કરવા અંગે ઉપસ્થિત હોદેદારોને રજૂઆત કરી હતી. આવાસ યોજનામાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે મંત્રી રમણ પાટકરે અધિકારીઓને ખાસ તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...