દુષ્કર્મ:ઉમરગામની પ્રજ્ઞાચક્ષુ મહિલા સાથે બે યુવકનું દુષ્કર્મ

ઉમરગામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક સંસ્થામાં કામ કરતી વખતે સુપરવાઇઝર અને કર્મીએ બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ, 7 માસ પછી FIR

ઉમરગામમાં એક સંસ્થામાં કામ કરતી પ્રજ્ઞાચક્ષુ 24 વર્ષીય મહિલા ઉપર સાત માસ અગાઉ બે ઇસમોએ દુષ્કર્મ કર્યુ હોવાનો આક્ષેપ મુકતી પોલીસ ફરિયાદ પીડિતાએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. સાત માસ પછી પીડિતાએ અચાનક જ ફરિયાદ નોંધાવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ઉમરગામના સોળસુંબા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ મહિલા એક સામાજીક સંસ્થામાં નોકરી કરતી હતી. આ સંસ્થામાં મહિલા અને તેમનો અંઘ પતિ પણ સાથે નોકરી કરે છ. પ્રજ્ઞાચક્ષુ મહિલાએ સાત માસ પછી પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે આક્ષેપ કર્યો છેકે, કામ કરવાના સ્થળે લાભ લઇ ગત 18મી ઓગસ્ટર 2022ના રોજ આરોપી કાનાભાઈ ઉ.વ 35, તથા સંસ્થાના સુપરવાઇઝર તરીકે નોકરી કરતા દિલિપભાઇએ 25મી ઓગસ્ટના રોજ મહિલા સાથે તેમની મરજી વિરૂધ્ધ સંબંધ બાંધ્યા હતા.

દિલીપભાઈએ અલગ અલગ સમયે મહિલાના મરજી અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા અંતે સગીરાએ પોલીસનો દરવાજો ખખડાવી તેમની સાથે બનેલી સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી. ઉમરગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા હાલ તો આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે.

સંસ્થાને બદનામ કરવાનો પ્રયાસ
અંધજનોને રોજગારી આપવાના આશયથી સંસ્થા ચલાવતા સંચાલકે કહ્યુ઼ કે, આવી કોઇ ઘટના હજી સુધી મારા ધ્યાનમાં આવી નથી કે મને કોઇ ફરિયાદ પણ મળી નથી. સાત માસ પછી ફરિયાદ કોના ઇશારે કરવામાં આવી એ પણ રહસ્ય છે. સંસ્થાને બદનામ કરવાના આશયથી પોલીસ ફરિયાદ થઇ હોવાનું જણાય છે. જોકે, સંસ્થા વર્ષોથી પ્રજ્ઞાચક્ષુઓને રોજગારી આપી પગભર કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ રહેશે.

અન્ય સમાચારો પણ છે...