સ્થાનિક લોકો દ્વારા બચાવકાર્ય:ઉમરગામ વારોલી ખાડીમાં 2 કાર ડૂબી, ત્રણનો આબાદ બચાવ

ઉમરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકોએ કારમાં ડૂબી રહેલા 3ને બચાવી લીધા, બીજી કારને ખાડી તરફ જતાં અટકાવી દીધી

ઉમરગામ તાલુકામાં વરસી રહેલા વરસાદ તેમજ ઉપરવાસથી કુરુંજ ડેમનું પાણી છોડતા વારોલી ખાડી બે કાંઠે વહી રહી છે. એવામાં સંજાણ નજીક ટીંભી ગામની હદમાં ખાડીના નજીકથી પસાર થતા માર્ગ ઉપર એકાએક પાણીની સપાટી વધતા 2 કાર પાણીમાં તણાઇ હતી. સદનસીબે કારમાં સવાર ત્રણ વ્યક્તિને સ્થાનિક લોકોએ સુરક્ષિત બહાર કાઢી બચાવી લઇ ખાડીના મુખ્ય વહેણ તરફ જઇ રહેલી કારને તણાતી અટકાવી લીધી હતી.

સંજાણ નજીક ટીંબી ગામે વારોલી ખાડીના કિનારે બંગલાઓ આવેલા છે જે બંગલા સુધી પહોંચવા નો જોખમ બન્ને કાર ચાલકોએ કર્યુ હતું જોકે તેમના દ્વારા ખેડવામાં આવેલ જોખમના કારણે ઘટના બની હતી. સદનસીબે તમનો આબાદ બચાવ મોટી દુર્ઘટના ટળી હતી. મહારાષ્ટ્ર રાજ્યના તલાસરી વિસ્તારમાં આવેલ કુંરૂંજ ડેમનું પાણી છોડવામાં આવ્યું હતું.

તંત્ર દ્રારા ખાડીના પટ થી દુર રહેવા જાહેરાત કરવામાં આવી હતી.24 કલાક થી ઉમરગામ તાલુકામાં વરસી રહેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી એકત્રિત થયેલા જોવા મળ્યા હતા જોકે વરસાદની ગતિ એકધારી ન હોવાના કારણે પાણી ઝડપથી ઓસરી ગયા હતા.ઉમરગામ શહેરના ગાંધીવાડી વિસ્તારના જાહેર માર્ગો ઉપર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા આ વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામો પાણીના નિકાલ માટેની જગ્યાએ આડેધડ બાંધકામ અવરોધોના કારણે પાણી ભરાવાની સમસ્યા બની છે.

અન્ય સમાચારો પણ છે...